SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ થાણુાકયનું અપમાન ૧૯૩ મહારાજા નંદના આસન ઉપર બેઠેલ આ ઉગ્ર સ્વરૂપ જટાધારી તાપસને જોઇ એક દાસીને તેના પ્રત્યે ગુસ્સા ચઢ્યા. તેણીએ સરળ અને નમ્ર ભાષામાં વિદ્વાન્ તાપસને ખીજા આસન ઉપર એસવાનુ કહેવાને બદલે ઉગ્ર ભાષામાં અને અપમાનકારક શબ્દેમાં યાગીરાજને હાડાહાડ વ્યાપી જાય તેવા તિરસ્કારપૂર્વક ત્યાંથી ઉઠવા કહ્યું. એક દાસીનુ આ રીતનું ઉદ્ધતાઇભર્યું વર્તન જોઈ તાપસ ક્રોધે ભરાયા, અને ક્રોધના આવેશમાં તે આસન ઉપરથી ઉઠવાને બદલે નજર્દિકમાં ખીજું આસન ખાલી હતું તે ઉપર તેણે પાતાનું કમંડળ મૂકયું, અને દાસી કરતાં વધુ ઉગ્રતાથી જવાબ આપ્યા કે “અહિં મારું કમડળ રહેશે. 39 22 દાસી વિશેષ ભાન ભૂલી, અને “ સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ ” તે ઉક્તિ પ્રમાણે સ્ત્રીસ્વભાવ મુજબ તેણી આ તપસ્વી સાથે વધુ ઉદ્ધત બની. પરસ્પર ઉગ્ર ચર્ચામાં બન્ને જણાંએ માજા મૂકી. યાગીના ક્રોધ માજા મૂકવા લાગ્યા, અને તેણે ક્રોધના આવેશમાં અતિશય ઉગ્રસ્વરૂપી મની ત્રીજા આસન પર પાતાના દડ, ચાથા ઉપર જપમાળ અને પાંચમા ઉપર જનાઈ મૂકી અને બાકી રહેલ એ આસનેા પર પેાતાના એ પગ મૂકી રોકી લીધાં. આમ પરસ્પર વાતાવરણુ ઉગ્ર બનતાં શ્રીસહજ ક્રોધ ભભૂકી ઊઠ્યો. મદાંધ થએલ દાસીએ ગુસ્સાના આવેશમાં આવી ઉદ્ધતાઈપૂર્વક યેાગીરાજની પીઠ ઉપર લત્તા પ્રહાર કર્યાં. સમયે દાસી ચેાગીરાજની પીઠ ઉપર પ્રહાર કરતી હતી તત્ક્ષણે જ મહારાજા નંદનું ત્યાં આવવું થયું. મહારાજાએ ભવિતવ્યતાને કારણે દાસીને ઠપકા ન દેતાં પંડિત ચેાગીરાજનુ વિશેષ અપમાન કરવુ શરૂ કર્યું, અને હાજર રહેલ દાસદાસીઓને આ ચેાગીરાજને પકડી કેદ કરવા ફરમાવ્યું; પરન્તુ ક્રોધરૂપી અગ્નિજ્વાળાથી મળતા, તિરસ્કારથી તપેલા, રક્તમુખી ચેાગીરાજ ચાણાકયના ઉગ્ર તેજ સામે કોઇની હિંમત તેને પકડવાની થઈ નહિ. ખુદ આ ચાગીરાજે જ એઠકના ત્યાગ કરી ઊભા થતાં જ મહારાજાએ કરેલ પાતાના અપમાનને બદલે। લેવા સહુની સન્મુખ નીચેની ભીષ્મપ્રતિજ્ઞા કરી. ઃઃ મહાવાયુ જેમ વૃક્ષને મૂળથી ઉખેડી નાંખે તેમ હું નંદરાજાને ઉખેડી ઉન્મૂલન્ કરી નાંખીશ. મહારાજા નંદને મહાત કર્યાં વગર કદાપિ કાળે આ મારા મસ્તકની શિખા ( ચાટલી ) છૂટવાની નથી.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી માથાનાં કેશને ખાંધી, ક્રોધથી તપેલ ચાણાક્ય તરતજ નગર છેાડી ચાલ્યેા ગયા. 66 નગર છેાડતાં સમયે માલીમાણિક્ય સમાન ચાણાકયને પૂર્વવૃતાંતનુ સ્મરણુ થયુ. ‘હું ખિંભાતરિત રાજા થવાના છુ ” તેથી તેણે રાજા થવાને લાયક કાઇ યાગ્ય પુરુષની શેાધમાં જવાના નિશ્ચય કરી પૃથ્વીતલ પર પરિભ્રમણુ કરવા માંડયુ. સુજ્ઞ વાચક, આ સ્થળે પાંડિત ચાણાયને પૂર્વવૃતાંત રજૂ કરવાની ખાસ આવશ્યકતા હોવાથી અમે પ ંડિત ચાણાક્યની પૂર્વ જીવનપ્રભા હવે પછીના પ્રકરણમાં રજૂ કરીએ છીએ. .........
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy