________________
પ્રકરણ ૧૫ મુ.
ચાણાકયની જીવનપ્રભા.
પંડિત ચાણાકયના સંબંધમાં કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પ`ના આઠમા સમાં જણાવે છે કે ગાલ ( ગાંડ ) દેશના ચણકે નામના ગામમાં ચણીક નામે બ્રાહ્મણ રહેતા હતા. તેને ચણકેશ્વરી નામે ભાર્યો હતી. ચણુકેશ્વરીએ એકદા દાંત સહિત બાળકને જન્મ આપ્યા. જન્મસમયે ચાણાકયના જડબામાં દાંતા હતા અને એ દાંત તેા જડખાની બહાર આવેલા હતા. જન્મતાં જ બાળકનું આવું વિચિત્ર સ્વરૂપ નિહાળી જૈનધર્મ પાળતા ચણીક બ્રાહ્મણે નજદિકના ઉપાશ્રયમાં રહેલા શ્રી સાગરસૂરિ નામના પ્રખ્યાત શ્રુતજ્ઞાની ઝૈનાચાય ને તેનું ભાવીફળ પૂછતાં તેમણે જ્ઞાનના ઉપયેાગદ્વારા દર્શાવ્યુ કે— આ બાળક ભવિષ્યમાં ચક્રવતી તુલ્ય વૈભવ ભોગવનાર સમ્રાટ થશે. ”
બ્રાહ્મણને ત્યાં કદાપિ કાળે રાજ્યગાદી શાલે જ નહી અને આ મારા પુત્ર જો રાજા થશે તેા અવશ્ય તેને નરકમાં જવું પડશે, માટે તેની નરકગતિનું નિવારણ કરું: ' એમ વિચારી ચણીકે કાનસ લઇ બાળકના આગલા એ દાંતા ઘસી નાખ્યા. પછી તુરત જ પાછા ઉપાશ્રયે જઇ મહારાજને પાતાનું કૃત્ય કહી સંભળાવ્યું. એટલે સૂરિજીએ જવાબ આપ્યા કે—“ હું ચણીક! તારા કરેલા કૃત્યથી તારા પુત્રની રાજ્યગાદી જતી રહી છે. તેના અદલામાં તેને ભવિષ્યમાં ભારતના મહાન અમાત્યનું પદ સપૂર્ણ સત્તા સાથે મળશે. હે મહાનુભાવ ! ભાવીના વિધાનને ફેરવવાનુ જોખમ છેાડી દઇ તેના ભાગ્યાનુસાર વર્તવા દે. ’
બાદ ચણીકે બાળકની સુંદર રીતે સંભાળ રાખી. આ ચણીક બ્રાહ્મણ પણુ મહાન્ અથશાસ્ત્ર ને નીતિશાસ્ત્રના જાણનાર હતા. પુત્રનાં લક્ષણ પારણામાંથી જાય તેવી રીતે ખાર વર્ષના બાળક થતાં તેનામાં અજબ ચાતુર્ય જોઇ, તેના વિકાસ માટે ગરીબ ચણીકે મહામુશીખતાના ખાજો માથે šારી, ગરીબ અવસ્થા હેાવા છતાં ખાળકના ઉદયની ખાતર કનાજથી તે પંજાબની તક્ષશિલા નગરીએ રહેવા ગયા. ત્યાં તેણે તક્ષશિલાની મહાન વિદ્યાપીઠમાં