________________
પ્રકરણ ૧૪ મું.
ચાણક્યનું અપમાન. ભારતના ઈતિહાસમાં પ્રથમ પંક્તિના અર્થશાસ્ત્રી અને તર્કશાસ્ત્રીનું માન ધરાવનાર, ગ, મંત્ર અને સમર્થ વેદાંતિક પંડિત ચાણક્ય ત્રિદંડી યેગી સ્વરૂપે મહારાજા મહાપાને શુભાશિષ દઈ સંતોષકારક દાન મેળવવાની ઈચ્છાએ એક દિવસ પ્રભાતના સમયે મહારાજા મહાપદ્ય જે ઓરડામાં બેસી આદર્શ ગીઓની કદર કરી તેમની મનોકામના પૂર્ણ કરતું હતું ત્યાં જઈ ચઢ્યો. ચાણક્ય ત્રિદંડી તાપસના વેષમાં હતું, અને તેને દેખાવ ઉગ્ર અને પ્રભાવશાળી મહાન રાજગી જે હતે.
જે સમયે આ યોગીરાજ મહારાજા નંદના રાજમહેલે ગયા તે સમયે મહારાજા નંદ રાજ્યવ્યવસ્થાની કંઈક ખટપટમાં અમાત્યવર્ગ સાથે ગુંચવાયેલ હતો, એટલે મહારાજાને યોગીરાજવાળા ઓરડામાં આવતાં ઢીલ થઈ. આ ઓરડામાં અલગ અલગ આસનવાળી બેઠક ગઠવેલી હતી. આ બેઠક પછી એક ઉચ્ચ આસન મહારાજા માટે હતું બીજાં આસને આશીર્વાદ દેવા પધારેલ યેગીઓ અને વિદ્વાને માટે હતાં.
પંડિત યોગીરાજે ઓરડામાં પ્રવેશ કરતાં જ મહારાજા નંદ માટે રાખેલ આસન ઉપર બેઠક લીધી. ત્યાં બેસવામાં તેને આશય એવો હતો કે ઊંચા આસને બેસી આશીર્વાદ દેવાનું ફળ આશીર્વાદ લેનારને પૂરેપૂરું લાભદાયક મળે છે, અને તેની સમજ પણ એમ જ હતી કે આ ઉચ્ચ આસન અભ્યાગત તરીકે પધારેલ મહાન યોગીઓ માટે જ હશે. નિર્દોષ ઉચ્ચ કોટીના કલ્યાણકારી ભાવેથી પધારેલ આ ત્રિદંડી તાપસ પાસેથી ઉચ્ચ કોટીના આશીર્વાદ મેળવવાનું, અથવા તે તેનો સાથ લઈ નંદવંશની રાજ્યગાદીને ચક્રવતતુલ્ય એકછત્ર બનાવવાનું નંદવંશના નશીબમાં નહિ લખાએલ હોય, જેથી ભવિતવ્યતાના ગે એવો અણધાર્યો પ્રસંગે ઉપસ્થિત થયે કે આશીર્વાદ મેળવી તપસ્વી યાગીને પ્રસન્ન કરવાના બદલે તેને ક્રોધાયમાન અગ્નિ કરતે કરી નંદવંશ પર શ્રાપ વર્ષાવવાના કારણભૂત બનાવ્યું. પરિણામે નંદવંશની રાજ્યગાદી ટૂંક સમયમાં આ ત્રિદંડી તપસ્વીના પ્રયાસથી મર્યવંશના હાથમાં ગઈ.