________________
૧૬૪
સમ્રાટું સંમતિ उप्पायणीहि अवरे, केई विजा य उप्पइत्ताणं । विउरु विही विजाहि, दाई काहिति उड्डाहं
૭૧૮ | मंतेहि य चुनेहि य, कुच्छिय विजाहिं तह निमित्तेण । काऊण उवग्घायं, भमिर्हिति अणंतसंसारे
૭૧૪ . अह भणइ थूलभद्दो, अण्णं रूवं न किंचि काहामो । इच्छामि जाणिउं जे, अहमं चत्तारि पुवाई नाहिसि तं पुबाई, सुयमेचाई विभुग्गहा हिंति (१)। दस पुण ते अणुजाणे, जाव पणछाई चत्वारि
( ૮૦ છે एतेण कारणेण उ पुरिसजुगे अठमंमि वीरस्स । सयराहेण पणछाई, जाण चत्तारि पुवाई
|| ૮૦૨ | ઉપરોક્ત શાસ્ત્રી લખાણને ગુજરાતી સારાંશ નીચે મુજબ છે –
સારાંશ-“પ્રભુ મહાવીર બાદ ચાદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી સાતમા પટ્ટધર થયા. આ સમયે મગધ દેશમાં ભયંકર દુકાળ પડ્યો જેના કારણે સાધુઓ ત્યાંથી બીજા દેશમાં વિહાર કરી ચાલ્યા ગયા. કોઈ વૈતાઢ્ય પર્વતની ગુફાઓમાં, કઈ નદીતટેએ તથા કેટલાક સમુદ્રતટે જઈ પિતાનું જીવન પસાર કરવા લાગ્યા. જ્યારે કેટલાએક સાધુઓ કે જેઓ વિરાધનાથી હતા તેઓ ખુશીથી અન્ન-જળને ત્યાગ કરી અણુશણ સ્વીકારી સ્વર્ગે સીધાવ્યા.
આ દુષ્કાળના સમયમાં જે જે સાધુઓ મગધમાં સ્થિરતા કરી રહ્યા હતા તેમાં શ્રી સ્થૂલભદ્ર આદિ ૫૦૦ સાધુઓ હતા. તેઓ તે સમયના સમર્થ વિદ્વાન ને કંઠસ્થ શ્રુતજ્ઞાનીઓ ગણતા હતા. કંઠસ્થ શ્રુતજ્ઞાનને સૂત્રારૂઢ કરવાની ભાવનાથી પાટલિપુત્રના સંઘે તેમને ત્યાં રોકી લીધા હતા. બાદ પાટલિપુત્ર નગરમાં રહી ચતુર્વિધ સંઘની સહાયતાથી કંઠસ્થ સૂત્ર ગ્રંથારૂઢ કરવા લાગ્યા. આ પ્રમાણે લગભગ બે ત્રણ વર્ષ સુધી સૂત્રારૂઢ કરવાનું કાર્ય ચાલુ થઈ ગયા પછી પાંચ વર્ષે અગીઆર અંગેની રચના કરી. બારમું દૃષ્ટિવાદ અંગ ભદ્રબાહુસ્વામી સિવાય કઈ જાણતું નહિ, તેથી તે અંગેની જ્ઞાનપ્રાપ્તિના અંગે ચાદપૂર્વધર ભદ્રબાહુ સ્વામી પાસે જવાનું નિણત થયું. પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી તે સમયમાં નેપાળ દેશમાં દુષ્કાળ નિવારણાર્થે બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા તેમને બોલાવવા શ્રી સંઘે બે મુનિવરોને મોકલ્યા. તેઓએ ત્યાં જઈ, અંજલી જેડી, વિધિપૂર્વક વંદન કરી કહ્યું કેઃ “હે ભગવંત! પાટલિપુત્ર પધારવા માટે શ્રી સંઘ આપને આદેશ કરે છે, કારણ કે કાળના પ્રભાવે લય થતાં. શ્રુતજ્ઞાનને ગ્રંથારૂઢ કરવાનું કાર્ય પાટલિપુત્રના સંઘે શ્રી સ્થલભદ્રજીના પ્રમુખપણું નીચે શરૂ કર્યું છે. જેમાં આપની પાસેથી બાકી રહેતું જ્ઞાન મેળવી તે ગ્રંથારૂઢ કરવાની આવશ્યક્તા હોવાથી પાટલિપુત્રમાં એકત્ર થયેલા સંઘ આપને ત્યાં પધારવા વિનતિ કરે છે.”