________________
છઠ્ઠો નંદ ધનનંદ : મગધમાં ભયંકર દુકાળ
૧૬૫
જવાખમાં ભદ્રખાહુસ્વામીએ જણાવ્યું કે: “ હમણાં મેં' મહાપ્રાણધ્યાન આરંભેલ છે. તે બાર વર્ષ પૂરું થશે. ત્યાંસુધી હું આવી શકીશ નહી. મહાપ્રાણધ્યાનની સિદ્ધિ થતાં “ સર્વે પૂર્વેની સૂત્ર અને અર્થથી એક મુહૂત્ત માત્રમાં ગણના થઇ શકે છે. ”
આ પ્રમાણે તેમના ઉત્તર મેળવી, મુનિઓએ ઉગ્ર વિહાર કરી, પાટલિપુત્ર પહોંચી શ્રી સંઘને ભદ્રબાહુસ્વામીના જવામ જાન્યા. શ્રી સંઘે તેના ઉપર દી`ષ્ટિએ વિચાર કરી બીજા બે સાધુઓને ફરી આદેશ કર્યાં કે: “ તમારે ત્યાં જઇ ભદ્રબાહુસ્વામીને કહેવુ કે— જે શ્રી સંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા અપાય? તે કહેા. ’ પછી ‘તેને સંઘ બહાર કરવા ’ એમ તેઓ કહે એટલે તમારે આચાર્ય શ્રીને કહેવું કે-“ તમે તે શિક્ષાને પાત્ર છે, કારણ કે તમે પાટલિપુત્રના સંઘની આજ્ઞા લેાપી છે. ” આ પ્રમાણે સૂચના મેળવી બે મુનિઓએ સંઘના કહેવા પ્રમાણે ભદ્રબાહુસ્વામીને કહ્યું, એટલે ભદ્રખાહુસ્વામીએ જણાવ્યું કે—“ શ્રીમાન્ સંઘે એમ ન કરતાં મારા પર પ્રસાદ કરીને બુદ્ધિમત શિષ્યાને અહિં માકલવા. એટલે તેમને હું પ્રતિદિન સાત વાચના આપીશ. એક વાચના ભિક્ષાચર્ચાથી આવતાં આપીશ, ત્રણ વાચના ત્રણ કાળ વેળાએ આપીશ, અને સાંજના પ્રતિક્રમણ પછી મીજી ત્રણ વાચના આપીશ. આ પ્રમાણે મારા કાને બાધ ન આવતાં શ્રી સંઘનું કાર્ય પણ પૂરું થશે. ”
તે મુનિઓએ આવી શ્રી સંઘને તે હકીકત જણાવી, એટલે શ્રી સંઘે પ્રસન્ન થઈને સ્થૂલભદ્રાદિક ૫૦૦ સાધુઓને નેપાળ દેશમાં માકલ્યા. આચાર્યશ્રી તેમને વાચના આપવા લાગ્યા, પરંતુ વાચના બહુ અલ્પ મળે છે, એમ ધારી ઉદ્વેગ પામી સાધુઓ ધીમે ધીમે ચાલ્યા ગયા. છેવટે માત્ર એકલા સ્થૂલભદ્રજી જ ત્યાં રહ્યા. પછી મહામતિ સ્થૂલભદ્ર, ભદ્રમાડુસ્વામી પાસે આઠ વર્ષમાં આઠ પૂર્વ સંપૂર્ણ રીતે ભણ્યા. બાદ આચાર્ય - શ્રીએ તેમને કહ્યું કે: “ મારું ધ્યાન હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે, તેથી હવે પછી તમને યથેચ્છ વાચના આપીશ.” ત્યારે સ્થૂલભદ્રે કહ્યું કે: “ હે પ્રભા ! હજુ મારે કેટલું ભણવાનું બાકી છે ? ” એટલે ભદ્રબાહુસ્વામી ખેલ્યા કે: “ તું એક બિંદુ જેટલું ભણ્યા છે, અને સમુદ્ર જેટલું બાકી છે. ” પછી મહાપ્રાણધ્યાન પૂર્ણ થતાં વધારે વાચના મળવા લાગી એટલે મહામુનિ સ્થૂલભદ્ર દશ પૂર્વ જેટલું ભણ્યા. બાદ એક એવા પ્રસંગ બન્યા કે જેના પિરણામે તે સંપૂર્ણ ચાદપૂર્વનુ જ્ઞાન પ્રાપ્ત કરી શકયા નહિ. એકદા સ્થૂલભદ્રની સાતે હેના તેમને વાંદવા નિમિત્તે આવી. સ્થૂલભદ્રજીને પેાતાના જ્ઞાનના પ્રભાવ બતાવવાનું મન થઈ આવ્યું. અને તેમણે સિંહનું રૂપ વિકવ્યું. સ્થૂલભદ્રના સ્થાને સિંહને જોઇને ભયભીત બનેલી સ્થૂલભદ્રની સાતે બહેનેા લગ્નખાડું સ્વામી પાસે આવી કહેવા લાગી કે: “ અમારા બંધુ સ્થૂલભદ્રને સ્થાને તેા સિંહ છે. ” ગુરુને સ્થૂલભદ્રની હકીકત સમજાઇ ગઇ અને કહ્યું કે : “ સ્થૂલભદ્રે સિહનુ રૂપ કર્યું છે, તમે ત્યાં જા ને વાંદા. ” માદ ભદ્રમાહુસ્વામીએ વિચાર્યું કે સ્થૂલભદ્રને જ્ઞાનનું અજીણુ થયું છે. તેમની બહેનાના જવા