SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ છો નંદ ધનનંદ : : મગધમાં ભયંકર દુકાળ ૧૫૭ પટ્ટધર સંભૂતિવિજયના સ્વર્ગવાસ પછી પ્રભુ મહાવીરની પાટ ઉપર શ્રી ભદ્રબાહુસ્વામી યુગપ્રધાનપદે આવ્યા હતા. તેમના સમય દરમિયાનમાં મગધ બાર વષીય ભયંકર દુષ્કાળની આફતમાં સપડાયું હતું. આ બાર વષીય દુકાળે પિતાને મગધમાં જબરજસ્ત કેર વર્તાવ્યું. પરિણામે પ્રજાનાં શરીર અને બંધારણમાં પણ ફેર પતે ગયે. અત્યારસુધી શ્રુતજ્ઞાન (શાસ્ત્ર) તીવ્ર યાદશક્તિના આધારે કંઠસ્થ રહેતું હતું. તેમાં પણ ક્ષતિ થતી આવી, એટલે તેને ટકાવી રાખવા તેમજ તેને મૂર્ત સ્વરૂપ આપવાનું કાર્ય પાટલિપુત્રના જેનસઘ ઉપાડી લીધું. પાટલિપુત્રની વાચના * આ પૂર્વેના જમાનામાં આચાર્યદેવ કઈ પણ સૂત્ર એક વખત બોલી જતા તે શિન્વેને યાદ રહેતું. દીર્ઘ સમય બાદ પણ ગુરુદેવની આજ્ઞા મળતાં શિખે તેને કડકડાટ બેસી જતા. પરતુ કાળબળના પ્રભાવથી હવે આ પરિસ્થિતિમાં ફેર પડવા લાગે. વારંવાર બેલી જવા છતાં પણ સૂત્ર યાદ ન રહેતું. જ્ઞાનલેપ અને સ્મરણશક્તિમાં આ પ્રમાણે કાળના પ્રભાવનો પડઘો પડતાં તેમાં ન્યૂનતા આવી, એટલે તેને ટકાવી રાખવાની જરૂરિયાત શ્રમણ સંઘને પણ જણાઈ. પાટલિપુત્રના જૈન સંઘે ઉદારતાથી આ કાર્યમાં સાથ આપે, જેને લગતે વૃત્તાન્ત પરિશિષ્ટ પર્વ, તિત્યેગાલિ પઈન્નય તથા આવશ્યચૂર્ણિ આદિ ગ્રંથમાં વિસ્તારપૂર્વક છે. જેમાંથી અત્રે તિગાલી પઈન્નયનું મૂળ લખાણ ને તેનો સારાંશ નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ. આ પાઠથી સમજાશે કે મહારાજા નદે પણ વાચનામાં સુંદર સહાય અને સહાનુભૂતિ આપી હતી. " सत्तमतो थिरबाहु जाणुयसीससुपडिच्छिय सुबाहु । नामेण भद्दवाहू अविही साधम्म सद्दोत्ति (?) || ૭૪ || सो विय चोस पुवी, बारसवासाई जोगपडिवन्नो । सुतत्थेणं निबंधइ, अत्थं अज्झयणबंधस्स // ૭૫ . पलियं (धणियं) च अणावुट्ठी, तइया आसी य मज्झदेसस्स । दुभिक्खविप्पणट्ठा, अण्णं विसयं गता साहू છે ૭૨૬ कहवि विराहणाभीरुएहिं, अइभीरुएहिं कम्माणम् । समणेहिं संकलिटुं, पञ्चक्खायाई भत्ताई || ૭૧૭ वेयट्ठकंदरासु य, नदीसु सेढीसमुद्दकूलेसु । इहलोगअपडिबद्धा य, तत्थ जयणाए वद॒ति ને ૭૨૮ ते आगया सुकाले, सग्गगमणसेसया ततो साहू । बहुयाणं वासाणं, मगहाविसयं अणुप्पत्ता છે ૭૨૬ |
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy