________________
પ્રકરણુ ૯ મું.
છઠ્ઠા નંદ ધનનંદ
મગધમાં ભયંકર દુકાળ,
વીરનિર્વાણ ૧૫૭ થી ૧૬૧, ઇ. સ. પૂર્વે ૩૭૦ થી ૩૬૬ : ૪ વર્ષી.
મહારાજા બૃહસ્પતિને ભયંકર દુકાળના કારણે કલંગથી મગધ પાછું ફરવું પડયું, જેના ઉલ્લેખ આપણે ઉપરના પ્રકરણમાં કરી ગયા છીએ. મગધમાં આવતાં જ તે શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીને મળ્યા અને આ ભયંકર દુકાળનું ભાવી પૂછ્યું. તેમણે જ્ઞાનના ઉપયાગદ્વારા જણાવ્યું કે આ દુકાળ ૧૨ વર્ષ સુધી મગધને ભયંકર આતંરૂપ નીવડશે.
મહારાજા બૃહસ્પાતએ તરત જ ગંગા નદીની એક નહેર મગધ તરફ વાળવાનું કાર્ય હાથ ધરી ખેતીવાડી કરનાર ખેડૂતવને રાહત આપી. આ નહેરનું બાંધકામ છેક સિંધુ નદીના કિનારાવાળા પ્રદેશેા સુધી એવી રીતનુ મહારાજાએ હાથ ધર્યું કે જેથી કરી પૂથી માંડી ઉત્તરહિન્દ સુધીની પ્રજાનું તેમાં કલ્યાણ થાય અને સંકટ સમયે કીમતી પશુધનનું રક્ષણ થાય. તેવી જ રીતે સંકટનિવારણ કાર્ય તરીકે મગધમાં સડકાનાં પાકાં આંધકામ કરાવી બન્ને માજીએ છાયા માટે સુંદર રીતનાં આમ્રવૃક્ષા રાપાવ્યાં. આ ઉપરાન્ત મહારાજાએ અન્નક્ષેત્રા અને લેાજનાલયા ગામેાગામ ખાલી પેાતાની પ્રજાના તે આદર્શ ઉપકારી ભૂપતિ અન્ય; પરન્તુ ભાગ્યયેાગે દુકાળમાં પૂરેપૂરી રાહતરૂપ બનેલ મહારાજા બૃહસ્પતિના વીર નિર્વાણુ ૧૫૭માં અચાનક માંદગીના ચેાગે સ્વવાસ થયા. મહારાજા ધનનંદ ઉર્ફે છઠ્ઠા નંદ—
માદ મગધની રાજ્યગાદી ઉપર તરત જ ધનનંદ આવ્યા. આ મહારાજા પણુ મહારાજા બૃહસ્પતિના જેવા ચુસ્ત જૈનધમી અને દયાળુ હતા. તેમના સમયમાં પાટલિપુત્રમાં નીચેની ઐતિહાસિક ઘટના બની હતી, જેની નોંધ જૈન ઇતિહાસમાં (ગ્રંથામાં) સુવર્ણાક્ષરે કાતરાઈ રહી છે.