________________
પાંચમા નંદ બૃહસ્પતિમિત્ર
૧૫૫ પદેશક હતા તેઓએ શેાધાની દૃષ્ટિએ કલિંગના પહાડા પર આવેલ ગુફાઓની અંતર્ગત સૂક્ષ્મતાથી મૂર્તિનું અવલેાકન કર્યું હતું. તેઓ હસ્તિગુફામાં આવેલ શિલાલેખના નિરીક્ષણાર્થે ત્યાં ગયા હતા અને તેમને ઉપરાક્ત શિલાલેખ એક શ્યામ પાષાણ પર ૧૫ ફૂટ લાં અને પાંચ ફૂટ પહેાળા કાતરાએલ જણાયા હતા. તે શિલાલેખ એ જાતની લિપિની સત્તર લાઈનામાં કાતરાએલેા હતા. આ શિલાલેખના કેટલાક અક્ષરા કાળાંતરે ઘસાઇ ગએલા હતાં છતાં પણુ શેષ લેખ પ્રાચીન મૂર્તિ પૂજાની સાબિતી અર્થે ઘણુંા જ મહત્ત્વતાભ જણાયા. જો કે આ લેખની ભાષા પાલી લિપિમાં હતી જેથી તેને તે સારી રીતે વાંચી શક્યા નહિ તથાપિ તેએએ આ લેખની લિપિના ઉતારા કરી, તેને પ્રસિાદ્ધમાં મૂકી હિંદ અને ચુરાપભરમાં જબરજસ્ત આંદોલન મચાવ્યું. તેમના આ કાર્ય ને ઉપર જણાવેલા પુરાતત્ત્વવેત્તાઓએ તેમને સંપૂર્ણ સાથ આપ્યું.
આ શિલાલેખ પરથી પુરાતત્ત્વવેત્તાઓએ સાખિત કર્યું કે ભારતમાં મૂર્તિપૂજા એ અનાદિ કાળથી પર’પરાગત ચાલુ છે, અને તેમાં ય જૈનધર્મ પ્રાધાન્ય સ્થાન લાગયું છે.