________________
પ્રકરણ ૮ મું.
પાંચમે નંદ બૃહસ્પતિમિત્ર. વિરનિર્વાણ ૧૫૪ થી ૧૫૭ ઈ. સ. પૂર્વે ૩૭૩ થી ૩૭૦ ૩ વર્ષ. શ્રી સ્થૂલભદ્રજીએ પોતાના ગુરુને સ્વર્ગવાસ થતાં દશ પૂર્વનું જ્ઞાન શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામી પાસેથી મેળવ્યું હતું. દશ પૂર્વ સુધી અભ્યાસ તેઓએ અર્થ સહિત કર્યો હતું અને ચાર પૂર્વની વાંચના તેઓએ અર્થ રહિત મેળવી હતી. તેઓને વીરનિર્વાણ ૧૭૦ માં શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામીને સ્વર્ગવાસ થતાં યુગપ્રધાનપદ મળ્યું હતું, અને વીરનિર્વાણ ૨૧૫ સુધી તેઓએ યુગપ્રધાન પદે રહી જૈનધર્મને સુંદર પ્રચાર કર્યો હતો.
મહારાજા ભૃહસ્પતિમિત્રને જૈનધર્મ ઉપર બચપણથી જ અત્યન્ત પ્રેમ હતો એમ એતિહાસિક બનાવે પરથી સિદ્ધ થાય છે. આ રાજવીએ રાજ્યગાદી ઉપર આવતાં જ કલિંગની સરહદે મજબૂત લશ્કરી વ્યુહરચના ગોઠવી, કલિંગપતિ ક્ષેમરાજને હેરાન કરવામાં જરા પણ કચાશ રાખી નહિ.
આ સમયે કલિંગનું સામ્રાજ્ય પણ બહાળા વિસ્તારવાળું ગણાતું હતું. આ પ્રદેશ પર એકદમ ચઢાઈથી જીત મળે એવા સંજોગે ન હોવાનાં કારણે તેણે બરોબરીયા ક્ષેમરાજ સરખા સમોવડીયા અને પરાક્રમી રાજા સાથે શેત્રુંજની રાજ્યરતે કામ લીધું. અને એક અનુભવી ઑઢ પુરુષની જેમ આ મહારાજા કલિંગપતિની સરહદને યુક્તિપૂર્વક પ્રપંચ અને શામ, દામ, દંડ અને ભેદ નીતિથી તોડવા સમર્થ થયો.
મહારાજા બૃહસ્પતિએ ક્ષેમરાજના ઘણા પ્રદેશ પર આ સમયે યુક્તિ-પ્રયુક્તિથી જીત મેળવી હતી, જેની નિશાની તરીકે તે કલિંગપતિની રાજ્યધાનીના જિનમંદિરમાંથી પ્રભુ મહાવીરસ્વામીના જીવનકાળ સમયમાં બનાવેલ અલૈકિક પ્રભાવશાળી પ્રતિમાને મગધમાં