________________
પાંચમા ન બૃહસ્પતિમિત્ર
૧૫૩
ઉપાડી લાવી, પાટલિપુત્ર નગરના રાજિનાલયમાં પૂજાથે પધરાવી હતી, અને પાતે તેની નિત્ય પૂજા કરતા હતા (આ પ્રતિમા ઋષભદેવ પ્રભુની હતી).
મહારાજા બૃહસ્પતિએ આ સમયે આખા કલિંગ દેશ તાબે કરવા સમર્થ થાય એટલી લશ્કરી તૈયારી કરી હતી, પરન્તુ કુદરતી સોગાનુસાર સમૃદ્ધ મગધ ભયંકર માર વર્ષીય દુકાળની આકૃતમાં સપડાયું અને પ્રજાના રક્ષણાર્થે તેમ જ મગધ સરહદની કિલ્લેબંધી અર્થે મહારાજા બૃહસ્પતિને પાટલિપુત્ર પાછું ફરવું પડ્યું.
કલિંગપતિના પ્રદેશમાંથી મહારાજા નંદું શ્રી ઋષભદેવ પ્રભુની જે પ્રતિમા ઉપાડી લાત્મ્યા હતા તે જ પ્રતિમા મહામેઘવાહન મહારાજા ખારવેલ મા વશી મહારાજા પુષ્યમિત્રને હરાવી કલિંગમાં પાછી લાવ્યેા હતેા અને પાતે બંધાવેલ જિનમ ંદિરમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠાથી બિરાજમાન કરી હતી.
ઉપરીક્ત પ્રભુ ઋષભદેવની મૂર્તિ પ્રભુ મહાવીરના કેલીપર્યાય સમયમાં તેમના સહવાસમાં આવેલ મહારાજા શ્રેણિકે પૂજા અર્થે મનાવી, પેાતાના રાજમંદિરમાં પધરાવી હતી. તે મૂર્ત્તિની નિત્ય પૂજા કરતા અને ભાવપૂજામાં અક્ષતના બદલે ૧૦૮ સુવર્ણ જવના સાથીએ કરતા. મેતા મુનિનુ વૃત્તાન્ત—(આ મુનિ સંસારીપણામાં મહારાજા શ્રેણિકના જમાઈ થતા હતા).
મહારાજા શ્રેણિકને માટે નિત્ય ૧૦૮ સુવર્ણ ના જવ મનાવનાર સેનીને ત્યાં એકદા મેતા નામના મુનિ ગોચરી માટે આવી ચડ્યા. સેાની જવ ઘડી રહ્યો હતા તેવામાં મુનિને પધારેલા જોઇને તે ભક્તિભાવપૂર્વક ઊભેા થયા અને તેમને વહેારાવવા માટે પદાર્થ લેવા ઘરમાં ગયા. આ સમયે સેાનીના ઘર નજીક ક્રતા એક ઢાંચપક્ષી, સેાનીની ગેરહાજરીમાં મેતા મુનિના દેખતા, સુવર્ણ ના જવ પેાતાનું લક્ષ્ય સમજી ખાઇ ગયા.
સેાનીએ મુનિને વ્હારાવ્યા બાદ જોયું તેા સેાનાના જવ મળે નહિ. જવ ક્રાંચપક્ષી ખાઇ ગયા હતા, છતાં સાનીને મેતા મુનિએ આ જવ ક્રાંચપક્ષી ભક્ષ કરી ગયા છે એવુ કહ્યું નહિ અને તે માન ધારી ઊભા રહ્યા એટલે આ જવ ઉપાડી મુનિએ ઉપાડી લીધા છે એવી શકા સાનીને ઉપજી. સેાનીના ક્રોધની માજા ન રહી. તેણે મેતા મુનિના લલાટપ્રદેશ ફરતી લીલી વાધરી બાંધી તરકે ઊભા રાખ્યા. સમતારસમાં લીન એવી મુનિ વસ્તુસ્થિતિ જાણુતા હતા છતાં કંઈ પણ માલ્યા નહિ. જો ક્રોંચપક્ષીનુ નામ લ્યે તે સેાની તરત જ તેના વધ કરે, એટલે અહિંસાના આદર્શને તેઓ ચુસ્તપણે વળગી રહ્યા. લીલી વાધરી સૂર્યના ઉચ્ તાપમાં સુકાવા લાગી અને સકેાચાવા લાગી. પરિણામે મેતા મુનિને અસહ્ય દુ:ખ થવા લાગ્યું છતાં કર્મ ખપાવવા નિમિત્તે તેમણે તે સમભાવે સહન કર્યું. ખાદ શુભ ધ્યાન ધ્યાતાં તેઓ ત્યાં ને ત્યાં જ સ્વર્ગવાસી થયા.
૨૦