________________
૧૩૮
સમ્રા સંપ્રતિ
તેના લશ્કરમાં અતિશય ઉમંગ ને જુસ્સો રહેતાં હતાં. પોતે સામાન્ય સ્થિતિમાંથી સમ્રાટ બનેલ હોવાથી બહાદુર વીર પુરુષોને તે ક્રમશ: ઉચ્ચ હોદ્દે ચઢાવી, વીરતા અને વફાદારીભરી નેકરીનું સારું ઈનામ બક્ષતે. આને પરિણામે લશ્કરમાં નેશ, જેમ અને કેવત ઉત્સાહપૂર્ણ રહેતાં. વળી એક સાધારણ સૈનિકથી માંડી ઉચ્ચ કેટીના અમલદાર સુધીના સિનિકે સાથે તે છૂટથી ભળતોહળતો અને લશ્કરને કઈ રીતે ઉત્સાહી રાખવું તેની દરેક કળ તે સારી રીતે સમજતો અને સોને પિતા પ્રત્યે આકર્ષી રાખતે.
આ પ્રમાણે ઉચ્ચ કેટીની લશ્કરી ભૂહરચનાથી ઉત્તર સરહદના હિંદની માલીકીના પ્રદેશને પરદેશી ઈરાની સત્તામાંથી છોડાવનાર આ પરાક્રમી નંદ રાજાને પાછા ફરતાં રજપુતાના અને અવન્તીના પ્રજાજનોએ અપૂર્વ માન આપ્યું.
ત્યારબાદ તેણે દક્ષિણમાં સોલાપુર અને કારવારવાળા જિલ્લાઓ સાથે મૈસુર રાજ્યના ઉત્તર વિભાગનો કુન્તલ પ્રદેશ જે સુંદર ફળદ્રુપ હતું તેના ઉપર તેણે પોતાની સત્તા જમાવી. અહિં તેણે પોતાના ભાયાતને સરદાર તરીકે ગોઠવ્યા. તેણે દક્ષિણ કાનડા, પાંડ્ય, ચાલ અને પલ્લવેને નમાવી, આંધ્ર દેશ ઉપર થઈ બિહાર અને મધ્યપ્રાન્તના રસ્તે તે તે પ્રદેશ છતતો સ્વદેશ તરફ પાછો ફર્યો.
આ કાળે પાંડ્ય, ચલ અને પલ્લવના પ્રદેશ કલિંગપતિ મરાજના આધિપત્ય નીચે હતા, છતાં ઉપરોક્ત પ્રદેશમાંથી બહાદુરીભરી રીતે મહારાજા નંદ બળવાન લશ્કર સહિત વિજેતા રાજવી તરિકે મગધ આવી પહોંચે. આ સમયે મગધમાં અતિવૃષ્ટિ થયાનાં સમાચાર મળવાથી મહારાજા નન્દ કલિંગપતિના પ્રદેશ જીતવાનું કાર્ય અધરું મૂક્યું અને આંધ્ર તેમજ મધ્ય પ્રાન્તના પ્રદેશ પર સૂબાઓ મૂકી, આ પ્રાન્તના રાજાઓને ખંડિયા બનાવી મગધરાજપતિએ સંતોષ માન્ય.
નંદ રાજાના તાબામાં પંજાબના છેડા ભાગ સાથે કાશ્મીર તથા દક્ષિણ હિંદના કલિંગ દેશ સિવાયને ભારતને ઘણેખરો ભાગ આવ્યો હતો. એટલે મગધની રાજ્યધાની આ સમયે ભારતમાં મહાત્ સત્તાધીશ રાજ્યધાની બની. આના પરિણામે મહારાજા નંદને રાજ્યની વૃદ્ધિ કરનાર રાજવી તરિકેનું “નન્દિવર્ધન” બિરુદ પ્રજાએ આપ્યું. તે સમયથી મહારાજા નંદના નામ સાથે “વદ્ધન” શબ્દ જોડાયા અને નન્દિવર્ધન રાજા તરિકે તે પ્રસિદ્ધિ પામે.
ઉપર પ્રમાણે વીરતાપૂર્વક મગધની રાજ્યગાદી ઉપર રાજ્ય ચલાવી નંદ વંશની કીર્તિમાં પ્રથમ રાજા તરિકે તેણે સુંદર વધારો કર્યો. આ કાળે ભારતમાં રાજ્યકર્તા ક્ષત્રિય રાજાઓને તેણે સ્વવીરતા અને તલવારના બળે ચકિત ક્ય, છતાં આ નિરભિમાની રાજાએ વિનય સાચવી પિતાના વંશની સ્થાપના “શિશુનાગ” વંશના નામે કાયમ રાખી. જેની રાજ્યગાદી ઉપર પિતે આવ્યું હતું તેની જ કીતિ તેણે અમર કરી અને રાજ્ય