________________
મહારાજા નંદિવર્ધન
૧૩૯
કુટુંબમાં પળાતા જૈન ધર્મને પોતે સ્વીકાર કરી જેનધમી બને અને આખા રાજ્યકુટુંબમાં જૈન ધર્મ પળાયે. લગભગ ૨૦ વર્ષો રણક્ષેત્રમાં વીરતાથી પસાર કર્યા પછી તેને કંઈક શાન્તિ મળી જેને સદુપયેગા મહારાજા નન્હે પંજાબની તક્ષશિલામાં એક ભારતીય વિદ્યાપીઠ સ્થાપી તથા બીજી નાલંદામાં સ્થાપી. આ પ્રમાણે બે વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યાં વિદ્વાને મારફત સંસ્કૃત, માગધી અને પાલી ભાષાના વ્યાકરણના શિક્ષણ સાથે લિપિજ્ઞાન આપવું શરૂ કર્યું. અર્થશાસ્ત્ર સાથે લશ્કરી તાલીમ આપવાનું વિશાળ ખાતું ખેલી આ વિદ્યાપીઠને ભારત સામ્રાજ્યની અજોડ વિદ્યાપીઠ બનાવી, મહારાજાએ પોતાની પાછળ અમર નામના મૂકી.
ઉપર જણાવ્યા પ્રમાણે લગભગ ૩૨ વર્ષો સુધી મહારાજા નન્દિવને પિતાના રાજ્યામલમાં ભારતને સંસ્કારી બનાવવા પ્રયાસ કર્યા ને લગભગ સીતેર વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ પિતા પાછળ પૂરતો પરિવાર અને રાજ્યવિસ્તાર મૂકી તે મરણ પામ્યા.