SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા નંદિવર્ધન ૧૩૭ વખતે રાજ્યપ્રપંચને લગતા ભયંકર તહેમતે આવ્યા હતા, છતાં નિર્દોષ અને વફાદાર આ અમાત્ય કુટુંબની કસોટી એકનિષ્ઠ સાબિત થઈ હતી ને સાથોસાથ તેમની કીર્તિ પણ પ્રસરી હતી. અવની મગધ સામ્રાજ્યમાં સામેલ થાય છે – મગધની રાજ્યગાદી ઉપર વીરનિર્વાણ સંવત્ ૬૦ માં નન્દિવર્ધનની સ્થાપના થઈ તે જ વર્ષે અવનીની રાજ્યગાદી ઉપર રહેલ મહારાજા પાલકનો સ્વર્ગવાસ થયો. આ કાળે અવન્તીપતિની હકુમતમાં મોટા મોટા રાષ્ટ્રો જોડાએલા હતા. સૌરાષ્ટ્ર પણ અવન્તીની હકુમતમાં હતું, તેવી રીતે વિંધ્યાચળ પર્વતના સઘળા ઉત્તર વિભાગ પર તેની હકુમત હતી. મધ્ય હિંદને મોટે ભાગ પણ તેના તાબામાં હતો. એટલે સૌરાષ્ટ્રથી માંડી મધ્ય હિંદ અને પૂર્વ હિંદને ઘણે ભાગ અવન્તીના છત્ર નીચે હતો. સિન્ધ–સવીરપ્રદેશે વત્સદેશ તરિકે ઓળખાતા હતા, અને માળવા આદિ પ્રદેશ અવન્તીની સરહદમાં ગણતા હતા. એટલે વત્સ અને અવન્તી એ બે અલગ અલગ મહાન પ્રદેશો ઉપર મહારાજા પાલકનું સામ્રાજ્ય ચાલુ હતું. વીરનિર્વાણના સાઠમા વર્ષે અવન્તીપતિ મહારાજા પાલકનું મૃત્યુ થતાં પાલકવંશની ગાદી મગધ સાથે જોડાઈ ગઈ. ઈતિહાસકારોનાં જણાવવા મુજબ મહારાજા પાલકને ઉંમરલાયક કન્યારત્ન હતું તેને વિવાહ મગધાધિપતિ મહારાજાનન્દિવર્ધન સાથે રાજ્યાભિષેક બાદ તરત જ કરવામાં આવ્યો હતો. વત્સ દેશ પર મણિપ્રભ નામના સ્વ. મહારાજાના એક કુટુંબીએ હકુમત ચલાવવા પ્રયત્ન કર્યો તેવી જ રીતે અવન્તીના પ્રદેશ ઉપર મહારાજાના બીજા એક કુટુંબીએ પોતાનો હક્ક દર્શાવી રાજ્યગાદી પચાવી પાડી. આ રીતે અવન્તી અને વત્સ જેવા બળવાન સામ્રાજ્ય ન-ધણિયાતા જેવા તેમજ અંધેરભર્યા વહીવટવાળા દેખાયા. તેનો લાભ મહારાજા નદિવર્ધને તરત જ ઉઠાવ્યો અને પોતાના વર લશ્કરની મદદથી ઉપરોક્ત બંને પ્રદેશ જીતી લઈ મગધ સામ્રાજ્યમાં મેળવી દીધા. મહારાજા નન્દિવર્ધનને વિરોધ કોઈએ પણ કર્યો નહિ; કારણ કે મહારાજા નદિવર્ધન અવન્તીપતિ સ્વ. મહારાજા પાલકનો જમાઈ થતો હતો તેમજ તે અતુલ બળશાળી હતો. આ પ્રમાણે મહારાજા નંદના હાથમાં પાશ્ચમની સરહદ પરની સોરાષ્ટ્ર સુધીની ભૂમિ આવતા તેના પગમાં બેવડું જેર આવ્યું, એટલે તેણે ઈરાની સત્તાના હાથમાં ગયેલ સિન્થ અને પંજાબ તરફ નજર દોડાવી અને તે પ્રદેશો પણ વીરતાથી જીતી લઈ પિતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા. આ પ્રમાણે ઉત્તર હિંદ સુધી મગધ સામ્રાજ્યની મજબૂતાઈ કરી તે દક્ષિણના પ્રદેશ તરફ વળે. મહારાજા નદિવર્ધન દરેક ચઢાઈ વખતે યુદ્ધમેદાનમાં હાજર રહે તે હેવાને કારણે
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy