SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સમ્રાટુ પ્રતિ સુજ્ઞ વાચક, તિષશાસ્ત્ર અનાદિ કાળથી પ્રમાણભૂત શાસ્ત્ર ગણાય છે. તેની કાળગણનાને હિસાબ અચૂક રીતે મેળવવામાં આવે તે પળેપળનું ફળ બરોબર મળી આવે છે, પરંતુ વર્તમાન કાળમાં ગલીએ ગલીએ પાટીઆઓ લગાવી જોતિષના જાણકાર થઈ બેઠેલા ધંધાદારીઓમાંથી કાળગણનાને કર્યો સારો અભ્યાસી હશે? એ જ સમજવું દુર્લભ થઈ પડેલ હેવાને અંગે તેમજ આપણે વારંવાર છેતરાતા હોવાના લીધે આપણે વિશ્વાસ ઊઠી ગયા જેવું બને છે. આ કારણથી જ્યોતિષને આપણે શંકાની નજરે જોઈએ છીએ પરંતુ ભૂગુસંહિતા તથા પ્રાચીન પ્રમાણભૂત જેન જ્યોતિષ ગ્રંથ, જેવા કે જ્યોતિષકરંડક, ભદ્રબાહુસંહિતા ઇત્યાદિ પુસ્તકને યથાર્થ રીતે સમજીને તેના ઊંડાણ અભ્યાસીઓ પાસે જે જન્મકુંડળી વિગેરે રજૂ કરવામાં આવી હોય તો જરૂર તેનું ફળ બરાબર મળતું આવે છે. ઉપરોક્ત ઉપાધ્યાયે પણ પૂર્વોક્ત ગ્રંથો પ્રમાણે નિશ્ચયપૂર્વક સ્વપ્નનું ફળ સમજી, તે પર સંપૂર્ણ વિશ્વાસી રહી, પોતે બ્રાહ્મણ હોવા છતાં પણ એક નાપિક પુત્રને પોતાની પુત્રી પરણાવી. જે સમયે નાપિક પુત્રના લગ્નનો વરઘોડો રાજ્યમાર્ગ ઉપરથી પસાર થતો હતો તે સમયે નૂતન રાજવીની શોધમાં નીકળેલ પંચ દિવ્ય વસ્તુ સહિત ૫હતિ જ્યાં નવપરણુત નંદ શિબિકા પર બેઠેલે હતો ત્યાં આવ્યું અને નંદકુમારને જેમાં તેણે શરદુઋતુના મેઘના વનિ સમાન ગુંજારવ કર્યો. તુરતજ પિતાની સુંઢ ઊંચી કરી પૂર્ણ કુંભથી નંદને અભિષેક કર્યો. આ સમયે અવે પણ હર્ષથી હેષારવ કર્યો. તુરત જ ચામરધારીઓએ મહારાજા નંદના નામની જય બોલાવી ચામરો વીંજવા શરૂ કર્યા. આ બનાવ જોઈ પ્રધાન પુરુષ, નગરજને અને દેશવાસી જનેએ નંદને રાજા તરીકે સ્વીકાર કર્યો. તુરત જ હસ્તિની અંબાડી ઉપર તેને રાજવી તરીકે બેસાડી, રાજ્યદરબારે લઈ જઈ તેને આનંદપૂર્વક રાજ્યાભિષેક કર્યો. મહારાજા નંદને રાજયઅમલ મહારાજા નંદે રાજ્યગાદી ઉપર આવતાં જ રાજ્યવિસ્તાર વધારવામાં ખાસ કુનેહ અને વીરતાથી કામ લીધું જેના અંગે ૩૨ વર્ષના રાજ્યામલમાં તેને “ નદિવર્ધન ” નામનું બિરુદ મળ્યું. રાજ્ય ઉપર આવતાં જ રાજા નન્દ સિન્યની રચના નવેસરથી કરીને લગભગ ૨૦ વર્ષો સુધી રાજ્યની સરહદ વધારવા તરફ નજર પહોંચાડી. મગધથી માંડી છેક દક્ષિણ ભારતના નાકા સુધી જીત મેળવવાને તે ભાગ્યશાળી થયે. તેના રાજ્યામલ દરમ્યાન પ્રધાનપદે નાગર બ્રાહ્મણ જાતિને કલપક નામે અમાત્ય હતો કે જે બ્રાહ્મણ હોવા છતાં જૈનધર્મને પાળનારો હતો. આ અમાત્ય કુટુંબે નંદ વંશની સેવા તેના અંતિમકાળ સુધી વફાદારીભરી રીતે કરી હતી. આ અમાત્ય કુટુંબ ઉપર અનેક
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy