________________
૧૨૪
સમ્રાટુ સંપ્રતિ મારે ઘેર રહે તેને મારી બહેન આપું.” દેવદતે તે કબૂલ કર્યું અને શુભ દિવસે તેને પરણ્યો. તેની સાથે ભેગ ભેગવતા તેને એક દિવસ તેના માબાપને પત્ર મળે. તેને વાંચતા તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં, તેથી અગ્નિકાએ કારણ પૂછવા છતાં તે બોલ્યા નહીં ત્યારે તેણુએ પત્ર લઈને વાંચ્યો. તેમાં આ પ્રમાણે તેના માબાપે લખેલ હતું: “હે પુત્ર! વૃદ્ધ એવા અમેને તારે જોવાની ઈચ્છા હોય તે જલદી આવવું.” ત્યારપછી તેણીએ પતિને આશ્વાસન આપીને હઠથી પોતાના ભાઈની રજા લીધી, અને ધણી સાથે સગર્ભાવસ્થામાં જ ઉત્તરમથુરા તરફ જવા નીકળી. અનુક્રમે માર્ગમાં તેણીએ પુત્રનો જન્મ આપે. આનું નામ માતાપિતા પાડશે એમ દેવદત્તે કહ્યું પણ નોકરવર્ગ તેને અગ્નિકાપુત્ર એ નામથી બોલાવવા લાગે. અનુક્રમે દેવદત્ત પિતાને નગરે પહોંચે. માતપિતાને નમીને તે બંનેએ બાલક તેમને આપે. તેઓએ પિત્રનું નામ સંધારણું પાડયું, પણ આ તો અગ્નિકાપુત્ર એ નામથી જ પ્રસિદ્ધ થયે. અનુક્રમે વધતે તરુણ અવસ્થાને પામે છતાં ભેગને તૃણ માફક ત્યજીને જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લીધી. બાદ ગીતાર્થ થઈને આચાર્ય પદ પ્રાપ્ત કર્યું.
ગચ્છ સાથે વિચરતા એક વખત અત્રિકાચાર્ય વૃદ્ધાવસ્થામાં ગંગાને કાંઠે રહેલા પુપભદ્રનગરમાં આવ્યા. તે નગરમાં પુપકેતુ રાજા અને તેની રાણી પુષ્પાવતી હતી. તેઓને સાથે જન્મેલા પુ૫ચૂલ અને પુછપચૂલા એ નામનાં પુત્ર-પુત્રી હતાં. સાથે વધતાં અને સાથે રમતાં તે બંને જણ પરસ્પર સ્નેહવાળાં થયાં. રાજા વિચારવા લાગ્ય: “જે આ બાળકોને જુદાં કરીશ તે નક્કી જીવી શકશે નહિ. હું પણ તે બંનેને વિરહ સહી શકું તેમ નથી, તેથી એ બંનેનો વિવાહ કરું.' એમ વિચારીને પ્રધાને, મિત્રો અને નગરવાસીઓને કપટથી પૂછ્યું કે: “હે લેકે ! જે રત્ન અન્તઃપુરમાં ઉપજે તેને માલીક કોણ?” તેઓએ કહ્યું: “હે દેવ! અંત:પુરમાં ઉપજેલાનું તે શું પણ દેશમાં જે રત્ન ઉત્પન્ન થાય તેને રાજા પિતાની ઈચ્છાપૂર્વક ઉપયોગ કરી શકે છે. આમાં શું બાધ છે?” તે સાંભળીને રાજાએ પિતાને અભિપ્રાય જણાવીને રાણુએ ના કહ્યા છતાં રાજાએ તે બંનેને વિવાહ સંબંધ . તે બંને જણ ભેગેને ભેગવવા લાગ્યાં. રાણી તે પતિએ અપમાન કર્યું તેથી વૈરાગ્ય વડે વ્રત ગ્રહણ કરીને સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થઈ. એક વખત જ્યારે પુષ્પકતુ રાજા મરણ પામ્યા ત્યારે પુષ્પચલ રાજા થયા. આ બાજુ દેવ થયેલ રાણુ અવધિજ્ઞાનથી તે બંનેના અકૃત્ય(ખરાબ કાર્ય)ને જાણીને પુષ્પચલાને સ્વપ્નમાં નરકનાં દુઃખ દેખાડ્યાં. તે જોઈને તેણે જાગી ઊઠી અને ભયભીત બની ગઈ. પછી બધી વાત તેણે પતિને જણાવી. તેણે પણ શાંતિ કાર્ય કરાવ્યું, છતાં તે દેવ હમેશાં રાત્રિએ તેણીને નરક દેખાડવા લાગ્યું. રાજાએ બધા ધર્મના અગ્રેસને બોલાવીને પૂછયું: “નરકે કેવા હોય?” કેટલાકે ગર્ભવાસને, કેટલાકે ગમવાસને, કેટલાકે દરિદ્રતાને, કેટલાકે પરતંત્રતાને નરક કહ્યું. રાણીએ તે મુખ મરડીને વિરુદ્ધ (પ્રતિકૂળ) બોલનારાઓને રજા આપી. ત્યારપછી રાજાએ અગ્નિકાપુત્ર આચાર્યને બોલાવીને પૂછ્યું. તેમણે તે જેવા દેવીએ દેખાડ્યાં હતાં તેવાં જ નરકે કહ્યાં. રાણીએ પૂછ્યું “હે ભગવન્! તમે પણ સ્વપ્ન જોયું છે કે શું? નહિ તે નરકનું સ્વરૂપ આવી રીતે કેમ જાણે?”