________________
પાટલિપુત્રનગરક૫
૧૨૫
સૂરિએ કહ્યું: “હે ભદ્ર! જિનેશ્વર ભગવાનના આગમોથી સર્વ જાણી શકાય છે. પુપચલા બોલી: “હે ભગવન્! કેવા કર્મોથી તે નરક પ્રાપ્ત થાય?” ગુરુએ કહ્યું: “હે ભદ્ર! મહાઆરંભ અને પરિગ્રહવડે, ગુરુના વિરોધી થવાથી, પંચેંદ્રિયના ઘાતથી અને માંસાહારથી છે નરકમાં જાય છે.” અનુક્રમે દેવતાએ તેને સ્વપ્નમાં સ્વર્ગ પણ બતાવ્યું. રાજાએ પહેલાંની માફક અન્ય ધમીઓને પૂછ્યું, પણ પ્રતિકૂળ બોલનારાઓને રજા આપીને, રાજાએ તે આચાર્ય મહારાજને સ્વર્ગનું સ્વરૂપ પૂછયું. તેમણે હતું તેવું જ કહ્યું ત્યારે સ્વર્ગની પ્રાપ્તિનું કારણ રાણીએ પૂછયું, એટલે મુનિરાજે સમ્યક્ત્વ યુક્ત ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ એમ બે ધર્મોને ઉપદેશ આપે. હકમી તે રાણી પ્રતિબધ પામી, અને રાજાની પાસે દીક્ષા લેવા માટે રજા માગી. રાજાએ કહ્યું: “જે મારે ઘેરથી જ ભિક્ષા ગ્રહણ કરે તે દીક્ષા લે.” તેણુએ તે વચન અંગીકાર કર્યું ને ઉત્સવપૂર્વક આચાર્યની શિષ્યા થઈ અને ભણુને વિદુષી બની,
એક વખત શ્રતના ઉપગથી ભવિષ્યમાં દુષ્કાળ પડવાને છે એમ જાણીને ગચ્છને બીજા દેશમાં મોકલી દીધા અને અગ્નિકાપુત્ર આચાર્ય પતે વૃદ્ધ હેવાથી ત્યાં જ રહ્યા. ગોચરી પાણી પુષ્પચલા અન્તઃપુરમાંથી લાવીને આપે છે. અનુક્રમે તેણીને ગુરુસેવાના ઉત્કૃષ્ટ ભાવથી અને ક્ષપકશ્રેણીવડે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, તે પણ ગુરુસેવાથી તે અટકી નહિ. જ્યાં સુધી આ કેવલી છે એમ ગુરુએ ન જાણ્યું ત્યાં સુધી કેવલી છતાં પણ પૂર્વની જેમ વિનયને ઉલ્લંઘતી નહિ. તે પણ ગુરુને ગ્ય અને રુચિકર આહાર–પાણી લાવી આપતી. એક વખત વરસાદ વરસતે હતું અને તે આહાર લાવી. ગુરુએ કહ્યું: “હે વત્સ! તું વિદુષી હોવા છતાં વરસાદમાં આહાર કેમ લાવી?” તેણુએ કહ્યું: “ભગવદ્ ! જે માર્ગમાં અચિત્ત (નિર્જીવ) વરસાદ હતા તે માર્ગેથી હું આવી છું તે પ્રાયશ્ચિત કેમ આવે?” ગુરુએ કહ્યું: “સંસારી હોવા છતાં તે તે કેવી રીતે જાણ્યું?” તેણુએ કહ્યું: “મને કેવળજ્ઞાન થયું છે.” ત્યારે “મારું પાપ મિથ્યા થાઓ, મેં કેવલીની આશાતના કરી” એમ બોલતાં આચાર્યો તેણુને પૂછયું કે:
હું મોક્ષ પામીશ કે નહિ?” કેવલીએ કહ્યું: “તમે અધીરાઈ ન કરે. ગંગા ઉતરતાં તમને પણ કેવલજ્ઞાન થશે.” પછી લોકોની સાથે ગંગા નદી ઉતરવાને સૂરિ નાવમાં બેઠા.
જ્યાં જ્યાં તે બેસતા ત્યાં ત્યાં નાવ ડૂબવા લાગી, ત્યારે સૂરિ નાવની મધ્યમાં બેઠા. તે વખતે આખી નાવ ડૂબવા લાગી તેથી લોકેએ સૂરિને પાણીમાં ફેંકી દીધા. પૂર્વભવમાં અપમાનિત કરેલી અને વ્યંતરી થયેલી સ્ત્રીએ જળમાં પડતાં જ તેમને શૈલી ઉપર લઈ લીધાં. શૈલીમાં પરોવાએલા પણ આ મુનિ પોતાના લેહીનાં ટીપાંથી પાણીના જીવની વિરાધનાને જ શોક કરતા હતા પરંતુ પોતાની પીડાને શોક નહતા કરતા. પછી તેઓ ક્ષપકશેણીએ ચડીને અંતકૃતકેવલી થઈને મેક્ષે ગયા. નજીકમાં તેમને નિર્વાણ મહોત્સવ કર્યો. આ જ કારણથી તે તીર્થ, પ્રયાગ એ નામથી જગતમાં પ્રખ્યાત થયું. “વિશેષ પ્રકારે પૂજાય છે જ્યાં તે પ્રયાગ ” એમ વ્યુત્પતિ થાય. શૈલીમાં પરેવાવું તે પરંપરાએ હજી સુધી પણ પરદશનીએ ત્યાં પિતાને