________________
૧૨૩
પાટલિપુત્રનગરક૯૫ सूत्रं दीयताम् । ततो राज्ञाऽऽदिष्टा नैमित्तिकाः पाटलां पूर्वतः कृत्वा पश्चिमाम् , तत उत्तराम् , ततः पुनः पूर्वाम् , ततो दक्षिणां शिवाशब्दाऽवधि गत्वा सूत्रमपातयन् । एवं चतुरस्रः पुरस्य सभिवेशो बभूव । तत्राङ्कित प्रदेशे पुरमचीकरन्नृपः। तच्च पाटलानाम्ना पाटलिपुत्रं पत्तनमासीत् । असमकुसुमबहुलतया च कुसुमपुरमित्यपि रूढम् । तन्मध्ये श्रीनेमिचैत्यं राज्ञाsकारि । तत्र पुरे गजाश्वरथशालाप्रासादसौधप्राकारगोपुरपण्यशालासत्राकारपौषधागाररम्ये चिरं राज्यं जैनधर्म चापालयदुदायिनरेन्द्रः।। ["विविधतीर्थकल्प"माथी उद्धृत, कर्ता श्रीजिनप्रभसूरि, रचना विक्रम संवत् १३८९ ]
ભાવાર્થ –શ્રી નેમિનાથ ભગવાનને નમસ્કાર કરીને અનેક પુરુષોના જન્મથી પવિત્ર, શ્રી પાટલિપુત્રનગરને કલ્પ (ગ્રંથ) અમે કહીએ છીએ.
પહેલાં શ્રેણિક મહારાજા પરલકવાસી થયા ત્યારે તેમને પુત્ર કણિક પિતાના શેકથી ચંપાપુરીમાં રહ્યા. તે પણ પરલોકવાસી થયા ત્યારે તેને પુત્ર ઉદાય ચંપાપુરીમાં રાજા થયો. તે પણ પિતાના પિતાનાં સભાસ્થાને, કીડાસ્થાને, શયન અને આસને વિગેરે જેતે ઘણે શોક કરવા લાગ્યો. ત્યારપછી પ્રધાનની અનુમતિથી નવીન નગર વસાવવા માટે સારા નિમિત્તિઓને સ્થાનની શોધ માટે આજ્ઞા આપી. તેઓ પણ સર્વ સ્થળે સ્થાનેને જોતાં જોતાં ગંગાને કાંઠે ગયા. ત્યાં ફૂલેથી ગુલાબી રંગવાળું પાટલિવૃક્ષ(પુન્નાગ વૃક્ષ)ને જોઈને તેની શોભાથી આશ્ચર્ય પામેલા, તેની ડાળી પર બેઠેલા ઊઘાડા મુખવાળા ચાષપક્ષીના મોઢામાં પોતાની મેળે કીડાઓ પડતા જોઈને મનમાં વિચારવા લાગ્યા: “અહો ! જેમ આ ચાષ પક્ષીના મોઢામાં પોતાની મેળે આવીને કીડા પડે છે તેમ આ સ્થાને નગર વસે તે આ રાજાને પિતાની મેળે લક્ષમી આવી મળશે.” તેઓએ તે વાત રાજાને જણાવી. રાજા પણ ઘણે ખુશ થયા. ત્યાં એક વૃદ્ધ નિમિત્તિ બોલ્યોઃ “હે રાજન! આ પાટલાવૃક્ષ કાંઈ સામાન્ય નથી કારણ કે પહેલાં જ્ઞાનીએ કહ્યું છે કે –
મહાન મુનિની ખેપરમાંથી ઉત્પન્ન થયેલ આ પાટલાવૃક્ષ પવિત્ર છે, અને વિશેષમાં તેને મૂલ જીવ એકાવતારી (બીજે ભવે મોક્ષે જનાર) છે.”
રાજાએ પૂછયું-તે મહામુનિ કેણુ?” ત્યારે નિમિત્તિઓ બેઃ “હે દેવ! સાંભળે ઉત્તરમથુરામાં રહેનાર દેવદત્ત નામને વણિકપુત્ર દિગ્યાત્રા માટે દક્ષિણમથુરામાં આવ્યું. ત્યાં તેને જયસિંહ નામના વાણીઆના પુત્ર સાથે મિત્રતા થઈ. એક વખત તેને ઘેર જમતાં થાલમાં ભેજન પીરસીને પવન નાખતી અને સુંદર રૂપવાળી અત્રિકા નામની તેની બહેનને જોઈને, તેના ઉપર નેહવાળા તેણે માણસ મેકલીને જયસિંહ પાસે તેની માગણી કરી. જયસિંહે કહ્યું કે: “હું તેને જ મારી બહેન આપું કે જે મારા ઘરથી દૂર ન થાય. હમેશાં તેણને અને તેના પતિને જોઉં અને જ્યાંસુધી સંતાન થાય ત્યાંસુધી તેઓ બંને