SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા ઉડ્ડયન ઊર્ફે ઉદાયષ અથવા ઉદાન ૧૧૯ "" હૈ પાષ્ટિ ! તેં આ થ્રુ અકૃત કર્યું? ધર્મના આધારરૂપ એવા આ રાજાના વિનાશ કર્યાં અને શાસનની પણ મલિનતા કરી. મેં એવા દુષ્ટને દીક્ષા આપી અને મારી સાથે અહીં લાવ્યે તેથી આ શાસનની મલિનતા મેં જ કરી એમ ર્યું, માટે હું પણુ આત્મઘાત કરીને શાસનની મલિનતાનું રક્ષણ કરું. પછી રાજા અને ગુરુ બન્નેને કોઈએ મારી નાખ્યા એવી લેાકવાયકા ભલે થાય. આ પ્રમાણે વિચારીને ભવચરિમ પ્રત્યાખ્યાન ( અનશન ) કરીને તે છરીને પેાતાના કઠ ઉપર ચલાવીને આચાય પાતે પણ પંચત્વ પામ્યા. પ્રાત:કાલ થતાં અંતઃપુરની શય્યાપાલિકાએ ત્યાં આવી અને અમગલ જોઈને છાતી ફૂટતી રાવા લાગી. એટલે તત્કાળ ત્યાં રાજપુરુષા એકઠા થઈ ગયા. અને સર્વે વિચાર કરવા લાગ્યા કે: ‘રાજા અને ગુરુને નિશ્ચે તે ક્ષુલ્લકે (રાજકુમારે જ ) માર્યા છે. તે આ મહાન્ સાહસ કરી અદ્રશ્ય થઇ ગયા જણાય છે. તેને આ અપકૃત્ય કરતા અટકાવવા આચાર્ય મહારાજે પ્રયત્ન કર્યો હશે એટલે તેમ કરતાં તપથી કૃશ થયેલ શરીરવાળા આચાર્ય ને પણ તે દુરાત્માએ પૃથ્વી ઉપર પાડી દીધા હશે અને નરેન્દ્રની જેમ તે પણ મરણને શરણ થયા જણાય છે. ” બાદ રાજાના વધ કરનાર તે રાજ્યકુમાર ત્યાંથી ઉજ્જૈની ગયા, જ્યાં અવંતિપતિએ તેના તિરસ્કાર કર્યાં અને આવું દુષ્ટ કૃત્ય કરવા માટે અત્યંત ઠપકા આપ્યા. તેને પેાતાનુ મુખ કાળું કરવા કહી રાજાએ તેને અપમાનિત કરી નગર બહાર કાઢી મૂકયા. ત્યારથી જ અભવ્યશિરામણ તે વસુધા પર ઉઠ્ઠાઇનૃપમારક' એવા નામથી પ્રસિદ્ધ થયા. " આ બાજુ મહારાજા ઉદાઇ એકાએક અપુત્ર મરણ પામતાં રાજ્યમંત્રી અને નગરના અગ્રજનાએ પટ્ટ હસ્તિ, પ્રધાન અશ્વ, છત્ર, કુંભ અને બે ચામર, એ પાંચે દિવ્ય વસ્તુઓ રાજ્યમ ંદિરમાં ફેરવી. રાજ્યમંદિરમાં કાઇની પર પસંદગી ન ઉતરવાથી તે દિવ્ય વસ્તુઓ રાજ્યમંદિરની બહાર નગરમાં ફેરવવામાં આવી. અહીં તે દિવસે ભાગ્યદયને લગતા એક અપૂર્વ મનાવ એવા બન્યા કે જેના આધારે પાટલિપુત્ર નગરની શિશુનાગવંશની ક્ષત્રિય રાજ્યગાદી શૂદ્રવંશી નંદવશમાં ગઇ કે જે નવશના રાજાઓએ દોઢસા વર્ષ સુધી પાટલિપુત્ર ઉપર વીરતાથી રાજ્ય કરી રાજ્યકીર્તિ વધારી. એટલું જ નહિ પણ પેાતાની વીરતાના ખળે અન્ય સામ્રાજ્યાના રાજ્યકુટુંબની કન્યા તે મેળવવાને ભાગ્યશાળી થયા, જેનું સવિસ્તર વૃત્તાંત હવે પછીના ખડમાં રજૂ કરવામાં આવશે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy