________________
૧૧૮
સમ્રાટુ સંપતિ એ રાયણ થએલ રાજા રાજ્ય મૂકી મરણ પામ્યું. તેને એક પુત્ર ભમતે ભમતે ઉજજેની નગરીએ જઈ અવંતિપતિની સેવા કરવા લાગ્યો. તેણે તેને પિતાને સવિસ્તર અહેવાલ સંભળાવ્યું જેથી તેના ઉપર તેની અસર થઈ. એક વખત રાજપુત્ર અવંતિપતિને વિનંતિ કરી કેઃ “હે દેવ! જે આપની આજ્ઞા હોય તે હું ઉદાઈ રાજાને વશ કરું, પરંતુ તમારે મારા સહાયક થવું, કારણ કે પિતાના પ્રાણને તૃણુ સમાન ગણીને વૃથા સાહસ કેણ કરે?” અવંતિનાથે તે વાત કબુલ કરી એટલે તે રાજપુત્ર પાટલીપુત્ર નગરે ગયે.
ત્યાં તે ઉદાઈ રાજાને સેવક થઈ રહ્યું ને વ્યંતર જેમ માંત્રિકના છિદ્ર જુએ તેમ તે ઉદાઈ રાજાના છિદ્ર જેવા લાગ્યું, પરંતુ તે દુરાત્મા પોતાના પ્રયત્નમાં ફાવ્યું નહિ. અન્યદા પરમ શ્રાવક ઉદાઈ રાજાના મંદિરમાં સર્વદા અખ્ખલિતપણે ગમન કરતા એવા જૈન મુનિઓને તેણે જોયા. એટલે જ ઉદાઈ રાજાના ભુવનમાં પ્રવેશ કરવાનો એક માત્ર માર્ગ તેને સાધુજીવન સમજાયું. પિતાના કાર્યની પરિપૂર્તિની ઈચ્છાથી તેણે એક આચાર્ય પાસે દીક્ષા લીધી અને માયાથી નિરતિચારપણે વ્રત પાળતાં તેણે મુનિઓને એવી રીતે સાધ્યા કે જેથી તેઓ તેને આધીન થયા. દંભપ્રધાન તેનું સાધુપણું કેઈના જાણવામાં ન આવ્યું, કારણ કે ચાલાકીથી કરવામાં આવેલ દંભને ભેદ બ્રહ્મા પણ જાણે શક્તા નથી. ઉદાઈ રાજા કાયમ અષ્ટમી અને ચતુર્દશીના દિવસે પિષધ કરતા હતા અને તેને ધર્મકથા સંભળાવવા આચાર્ય તે દિવસે તેની પાસે રહેતા.
એકદા જેમણે તે માયાવી રાજપુત્રને દીક્ષા આપી હતી તે આચાર્ય ષિધના દિવસે વિકાસ વખતે રાજ્યમંદિર તરફ ચાલ્યા. એટલે તેમણે ઉતાવળથી પેલા શિષ્યને કહ્યું કે:
હે ક્ષુલ્લક ! તું ઉપકરણે લઈ લે, આપણે રાજ્યમંદિરમાં જઈએ.” એટલે તે માયાવી ભક્તિનાટક કરતા ઉપકરણે લઈને છળ મેળવવાની ઈચ્છાથી આચાર્યની સાથે ચાલે. ઉદાઈ રાજાને મારવાની ઈચ્છાથી તેણે ચિરકાળથી એક લેહની છરી પોતાની પાસે ગોપવી રાખી હતી તે પણ તેણે ગુપ્ત રીતે સાથે લઈ લીધી.
આ શિષ્ય બાર વર્ષને દીક્ષિત થવાથી એને સમભાવ પારણો હશે, એમ ધારીને આચાર્ય તેને રાજ્યમંદિરમાં સાથે લઈ ગયા. ત્યાં ધર્મગેછી કરીને આચાર્ય નિદ્રાવશ થયા અને રાજા પણ સ્વાધ્યાય કરતા કઈક ગ્લાનિ પામેલ હોવાથી મહીતળને પ્રમાઈને સૂઈ ગયો, પરંતુ તે માયાવી દુરાત્મા તે જાતે જ રહ્યા. બાદ તે માયાવી શ્રમણે સૂતેલા રાજાના ગળા ઉપર યમની જીહ્ન સમાન તે લેહની છરી ચલાવી, એટલે કદળીના સ્થંભ સમાન રાજાને કેમળ કંઠ કપાઈ ગયું. પછી તે પાપિણ તે જ વખતે ત્યાંથી બહાર નીકળી ગયો. તેને સાધુ સમજી પહેરેગીરોએ પણ અટકાવ્યા નહીં. રાજાના રક્તથી આદ્ધ થયેલ આચાર્ય અચાનક જાગ્રત થયા. રાજાનું છેદાયેલ મસ્તક લેવામાં આવ્યું. તપાસ કરતાં પેલા માયાવી શ્રમણને ત્યાં ન જેવાથી આચાર્ય વિચારવા લાગ્યા કેઃ પેલે સાધુ અહીં દેખાતું નથી, તેથી ખરેખર તેણે જ આ દુષ્કર્મ કર્યું જણાય છે. અહા!