________________
પ્રકરણ ૨૦ મું.
અજાતશત્રુ અર્થાત્ કણિકને રાજ્યઅમલ.
ઈ.સ. પૂર્વે પર૭ થી ૪૫ : ૩ર વર્ષ પુરાણાએ મહારાજા કુણિકને વિદેહીપુખ્તના નામથી સંબે છે જે વસ્તુ ઐતિહાસિક દષ્ટિએ મળતી આવે છે, કારણ કે મહારાજા ચેટક તે વિદેહાધિપતિ હતા અને મહારાજા કુણિક તેમનો દૌહિત્ર થતો હતો કે જેણે પિતાના માતામહનું રાજ્ય સર કરી તેને પિતાના રાજ્ય સાથે ભેળવી દીધું હતું. તેની માતા ચિલણ વિદેહાધિપતિ ચેટકની પુત્રી થતી હતી.
મહારાજા કુણિકે પિતાના પિતા શ્રેણિક મહારાજાના મૃત્યુ બાદ તરત જ પાટનગરનું સ્થાન ફેરવવાને નિશ્ચય કર્યો. તે માટે તેણે વિદેહ દેશની રાજ્યધાની વૈશાલી તરફ નજર પહોંચાડી, પરંતુ ત્યાં માતામહ રાજા ચેટકનું મરણ પણ પિતાના નિમિત્તે જ થએલ હોવાનાં કારણે અને વિદેહ પ્રાંત બાર વર્ષોની લડાઈમાં છેદનભેદન કરી નાખેલ હોવાનાં કારણે ત્યાં એનું હદય ન વળ્યું, એટલે તેણે નવું નગર વસાવવાની આજ્ઞા રાજ્યાધિકારીઓને આપી અને ચંપા નામે એક નગર અંગદેશમાં બાંધવાને હુકમ આપે. ચંપા પૂર્વે વિશાળ નગરી હતી, પરંતુ કાળની પ્રાબલ્યતાથી તેને નાશ થયે હતે. પૂર્વે આ મહાન નગરી જેનધર્મના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન સાથે મોક્ષભૂમિ તરીકે પ્રસિદ્ધિ પામી હતી. આ નગરી આટલા દીર્ઘ સમય પર્યન્ત ખંડિયેર સ્થિતિમાં પણ ઊભી હતી, તેને સર્વથા નાશ થ ન હતું એટલે મહારાજા કણિકની આજ્ઞા થતાં તરત જ જીર્ણોદ્ધાર થયો અને મહારાજા કુણિકે રાજ્યગૃહીમાંથી રાજ્યગાદી બદલી ચંપામાં સ્થાપી. અહીંની રાજ્યગાદી પર તે ઈ. સ. પૂર્વે પર૩ માં એટલે મહાવીર નિર્વાણ સંવત ૪ માં બેઠે ગણી શકાય.