________________
૧૧૨
સમ્રા સંપ્રતિ આ સમયે પ્રભુ મહાવીરના પટ્ટધર આચાર્ય તરીકે યુગપ્રધાન શ્રી સુધર્માસ્વામી વિદ્યમાન હતા કે જેઓને પ્રભુ મહાવીરે દીર્ધાયુષી સમજી પોતાના પટ્ટધર તરીકે સ્થાપ્યા હતા.
તેઓ આ નગર–સ્થાપનાના પ્રથમ જ વર્ષે જ વિહાર કરતા કરતા જંબુસ્વામી વિગેરે શિષ્ય સમુદાય સહિત ચંપાનગરીએ પધાર્યા. નગરીની બહાર ઉદ્યાનમાં શ્રી સુધર્માસ્વામી પધાર્યાના સમાચાર સાંભળી મહારાજા કુણિક સુંદર વસ્ત્રાલંકારાદિથી સુસજ્જિત થઈ, ભદ્રહસ્તિ પર બિરાજમાન થઈ બહુમાનપૂર્વક રિજનો સાથે શ્રી સુધર્માસ્વામીને વંદન કરવા ગયે. આ પ્રસંગનું વર્ણન જેન ગ્રંથકારો સુત્રમાં આપે છે અને જેને અંગે ખાસ સૂત્રરચના થઈ છે. તેવી જ રીતે કુણિક પોતાના પિતાના સ્વર્ગવાસ બાદ પ્રભુ મહાવીરના દર્શનાર્થે ગયો હતો તેનું વર્ણન પણ બાર ઉપાંગ સૂત્રે પૈકીના પ્રથમ “વાર” નામના સૂત્રમાં આપવામાં આવ્યું છે. આ સૂત્ર આચારાંગ પ્રતિબદ્ધ ઉપાંગ છે. તેની મૂળ લેક સંખ્યા ૧,૨૦૦ ની છે. અભયદેવસૂરિકૃત ટીકા ક ૩,૧૨૫ ની છે. કુલ સંખ્યા ૪,૩૨૫ ની છે.
મગધમાં પૂર્વે પગપેસારો કરેલ દ્ધ ધર્મને બદલે જેનધર્મ રાષ્ટ્રધર્મ તરીકે વધારે મજબૂત બન્યો અને બોદ્ધ સાધુઓ અને બાદ્ધધર્માનુયાયીઓ ભાગ્યે જ મગધમાં દેખાવા લાગ્યા. અજાતશત્રુ રાજાએ ગૌતમ બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુ નગરી અને તેની નિર્વાણભૂમિ સાવસ્થિ નગરીને જીતી લીધી. બદ્ધ સાધુના માંસાહારથી તે ગુસ્સે થયે હતો અને અહિંના પ્રદેશોને કબજે કરી તેણે બોદ્ધ ધર્મ પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો તેમજ કપિલવસ્તુ નગરીને નાશ કર્યો. અહિંની પ્રજાને તેણે જેનધર્માનુરાગી બનાવી માંસાહારને ત્યાગ કરાવ્યા.
બાદ મહારાજા અજાતશત્રુએ વૈશાલીના યુદ્ધમાં પિતાની સામે થએલ ૧૪ રાજાઓને જીત્યા અને તેઓને પિતાના ખંડીઆ બનાવ્યા. બાદ તેને ચક્રવતી થવાની લાલસા થઈ આવી, જેથી તેણે ચારે દિશામાં પ્રદેશ જીતવા જબરદસ્ત યુદ્ધ આરંવ્યું. આ અવસર્પિણીમાં થનારા બારે ચક્રવર્તીએ તે થઈ ગયા હતા એટલે કેણિકની ચક્રવત્તી થવાની લાલસા આકાશ-કુસુમવત્ હતી. જો કે તેને ચક્રવર્તીપણું પ્રાપ્ત ન થયું, છતાં તેણે ઘણા પ્રદેશો જીત્યા. વિંધ્યાચળ પર્વત નજદિકના પર્વતી રાજાને જીતવા જતા ત્યાં તેને ઘાત થયે અને તે માર્યો ગયે. આ પ્રમાણે ઈ. સ. પૂર્વે પર૭ થી કલ્મ સુધીનાં ૩૨ વર્ષ સુધી રાજ્ય કરતાં તેણે રાજ્યની સરહદમાં સુંદર રીતને વધારો કર્યો, એટલું જ નહિ પરંતુ જેન ધર્મને પુરેપુરો રાજ્યાશ્રય આપે. આ હકીકતને ઈતિહાસકારો સાથે સૂત્રો પણ ટેકે આપે છે. ડે. સ્મિથ પિતાને અભિપ્રાય રજૂ કરતાં જણાવે છે કે “મહારાજા અજાતશત્રુને બૌદ્ધો ભલે બૈદ્ધધમાં જણાવવા પ્રયાસે કરતા હોય પરંતુ સાચી હકીકત પ્રમાણે તે તે જૈન ધમી જ હતે.
અન્ય સમર્થ ઈતિહાસકારે પણ આવી જ જાતને અભિપ્રાયે આપે છે.