________________
પટ્ટધરોને પરિચય અને જૈન ધર્મનું અનાદિત
૧૦૯ વીરનિર્વાણ ૧૭૦ માં સ્વર્ગવાસ થયો. આ ચાદ વર્ષોના ગાળામાં નીચેની મહત્વતાભરી ઐતિહાસિક ઘટનાઓ બની હતી.
મગધમાં વી. નિ. ૧૫૫ માં બાર વર્ષનો ભયંકર દુકાળ પડતાં ભવભીરુ સમર્થ આચાચૅનું મગજમાંથી બીજા દેશમાં જવાનું થયું. લગભગ ૫૦૦ જ્ઞાની સાધુસમુદાય સાથે દશ પૂર્વધર શ્રીસ્થૂલભદ્રજીએ પાટલીપુત્રમાં રહી આગમને” ગ્રંથારૂઢ કર્યું. શ્રી ભદ્રબાહુસ્વામી નેપાલ તરફ બાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા અર્થે ગયા. આ ઘટના પ્રસંગચિત આ ગ્રંથમાં અન્યત્ર દાખલ કરવામાં આવી છે, જેને વાંચવાથી ખાત્રી થશે.
નંદવંશના વિનાશને લગતી એતિહાસિક પુરાવાઓ સાથેની ઘટના રજૂ કરતાં નીચેને મહત્વતાભર્યો ઈતિહાસ મળી આવે છે.
મહારાજા ત્રીજા નંદના રાજ્યામલ દરમિયાનમાં તેના મંત્રી શકટાલને ભરદરબારે વિરનિર્વાણ ૧૪૬ માં શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. બાદ તેના પુત્ર શ્રીસ્થલભદ્રજીને તેના પિતાનું અમાત્યપદ સ્વીકારવા નંદ મહારાજાએ કેશ્યાગૃહે આમંત્રણ મોકલ્યું. આ મંત્રીપુત્રને વિચિત્ર પ્રકારનો રાજ્યપ્રપંચ જોઈ તરત જ વૈરાગ્ય ઉત્પન્ન થયે અને શ્રીસંભૂતિવિજય આચાર્ય પાસે તે જ સમયે દીક્ષા લીધી.
બાદ તેઓના ગુરુ દશ વરસ પછી કાળ કરી જતાં તેઓએ શ્રી ભદ્રબાહસ્વામી પાસે રહી દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને વીરનિર્વાણ ૧૭૦ થી ૨૧૫ સુધી યુગપ્રધાનપદે રહી, ઉત્તમ રીતનું આત્મકલ્યાણ સાધ્યું. તેમનું વૃત્તાંત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં સવિસ્તર રીતે આપવામાં આવ્યું છે.
આ રીતના ઐતિહાસિક પ્રત્યક્ષ પુરાવાઓને નજર સામે રાખી અમોએ વીરનિર્વાણની ઈ. સ. પૂર્વે પર૭ની સાલ નિશ્ચયાત્મક કરી છે. તેના આધારે અમે ઐતિહાસિક ઘટનાઓ બરાબર સમજપૂર્વક ગોઠવેલ છે અને જ્યાં જ્યાં સમજફેર આંક આવતા હશે તેના અંગે બરાબર સમજ આપી આગળ ધપશું.
જૈન ધર્મનું અનાદિત્ય શ્રી ગરવી ગુર્જરભૂમિના પાટનગર વડોદરા મુકામે ઈ. સ. ૧૯૦૪ ના સપ્ટેમ્બર માસમાં મળેલ જેન વેતાંબર કોન્ફરન્સના ત્રીજા અધિવેશનના બીજા દિવસે લેકમાન્ય પંડિત બાળગંગાધર તિલકના જૈન ધર્મના પ્રાચીન સિદ્ધાન્ત અને તેના અનાદિવ સંબંધમાં વિદ્વતાભર્યા ભાષણને એક વિભાગ અમે તેમના જ શબ્દોમાં રજૂ કરીએ છીએ.