________________
પ્રકરણ ૧૬ મું.
મહારાજા શ્રેણિકને કુનેહભર્યો રાજ્યવહીવટ. મહારાજા શ્રેણિકનું નામ રાજ્યારૂઢ થતી વખતે ભંભસાર ઊર્ફે બિંબિસાર હતું. રાજ્યસન પર બિરાજમાન થયા બાદ મગધના ૮૦,૦૦૦ ગામોમાંથી ૧૦૦ વહીવટદારની ચૂંટણી કરી તેમણે રાજ્યવહીવટ પ્રજાસત્તાક બનાવ્યું. રાજ્યવહીવટ માટે કાઉન્સિલ બનાવી તેને પાર્લામેન્ટરી પદ્ધતિએ કપ્રિય બનાવ્યું હતું. પ્રસેનજિત રાજાના સમયમાં રાજ્યધાનીનું શહેર જે ડુંગરમાં ગિરિધ્વજ તરિકે હતું ત્યાંથી તેને ફેરવી વૈભારગિરિના પહાડની તળેટીના સપાટ પ્રદેશમાં સુંદર અને વિશાળ શહેર બાંધી તેનું નામ રાજ્યગ્રહી રાખ્યું. રાજ્યગ્રહી એટલે રાજ્યાદિક ગૃહસ્થાને રહેવાનું સ્થાન.
પૂર્વોક્ત જૂની રાજધાનીના શહેરને બદલવાનું કારણ એટલું જ હતું કે ત્યાંના બાંધેલાં પ્રાચીન મકાન અને રાજ્યમહેલો લાકડાનાં અને જૂની પદ્ધતિનાં હતાં. તેવી જ રીતે ગિરિત્રજના કિલ્લાની દીવાલો લાકડાની હતી, જેને ગે રાધાનીમાં અગ્નિ ઉપદ્રવ વધારે પ્રમાણમાં થતું હતું. આ ઉપરાન્ત મગધ સામ્રાજ્ય પર અન્ય રાજવીઓની નજર હોવાના કારણે અને કેશલાધિપતિ ઉપરાંત બીજા અનેક રાજાઓ મગધ ઉપર દષ્ટિ રાખતા હોવાના કારણે બચાવ અથે મજબૂત પત્થરની દીવાલવાળી અને આજુબાજુ ખાઈવાળી રચનાત્મક શહેરની જરૂરિયાત મગધ સામ્રાજ્યને હતી. આ બાબતને અંગે ખાસ ધ્યાન પહોંચાડી, બાર જન લાંબું અને નવ જન પહેલું એવું સુંદર રાજ્યગૃહી નગર મહારાજા શ્રેણિકે બંધાવ્યું.
આ નગરીની દક્ષિણ દિશાએ થઈ ગંગા નદી નજદિકમાંથી વહેતી હતી, તેમજ તેની ત્રણે દિશાએ પર્વતની લાંબી હારમાળા આવેલી હતી. માત્ર દક્ષિણ દિશાએથી પ્રવેશદ્વાર ખુલ્યું હતું, એટલે આ શહેર સુંદર રક્ષણાત્મક હતું એમ કહીએ તે ખોટું નથી.
આ પ્રદેશ વેપારના મુખ્ય કેન્દ્રસ્થળ તરિકે જામી ગયો હતો, જેમાં તેને