________________
સિહતિનું સામ્ય આ નવે બલદે નવ વાસુદેવના ભાઈએ થતા હોવાના કારણે તેઓને તેમના સમકાલે થએલા સમજવા. નવ વાસુદેવોમાં લક્ષમણ એ રામના નાના ભાઈ તરીકે હોવાથી સનાતન ધર્મના ગ્રંથની નંધમાં રામચંદ્રને નવ વાસુદેવમાં અને લક્ષમણને નવ બળદેવમાં ગણ્યા છે.
યદુવંશમાં જન્મેલ શ્રી કૃષ્ણ વાસુદેવ એ જૈનધર્મના બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કુટુંબી બંધ થતા હોવાના કારણે શ્રી નેમિનાથ પ્રભુએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ તેમના સમકાલે ભારતના દશ યદુવંશી રાજાઓને પ્રતિબધી જેન બનાવ્યા. આ પ્રસંગને અનુસરીને બાર ઉપાંગ સૂત્રોમાંનાં ૧૨ મા “લત” નામના ઉપાંગમાં યદુવંશી દશ રાજાઓને લગતો સવિસ્તર હેવાલ આપવામાં આવેલ છે.
છે .