________________
મહારાજા શ્રેણિકના કુનેહભર્યાં રાજ્યવહીવટ
૯૯
વેપાર પજાબનાં તક્ષશીલા નગર સુધી સધાયા હતા, એટલુ જ નહિ પરન્તુ જળમાર્ગે સિંધસાવિર થઇ એન્નાતટથી આગળ ઘણું જ લાંબે સુધી લખાયા હતા. તેવી જ રીતે ખુશ્કી માગે અફઘાનીસ્તાન આદિ પ્રદેશેાથી છેક લખાણ સુધી મગધના વેપાર સાદાગરા સાથે જોડાયેા હતા. વળી હિમાલયની તળેટીથી માંડી તિબેટ, ભૂતાન અને ચીન સુધી મગધે વેપાર સાંધ્યા હતા. ચીની વેપારીઓ, મુસાફ્રા અને યાત્રિકા હમેશાં રાજ્યગૃહીમાં પડ્યા પાથર્યા રહેતા. તેવી જ રીતે જળમાર્ગે થી ગગાને કાંઠે હંમેશાં ફત્તેહમારીએ રાજ્યગૃહી અંદરે પોતાના પડાવ ચાલુ રાખી મગધની વેપારીનીતિના વધારા કરી રહ્યા હતા. આ કાળે મગધ એ ચેાર્યાસી બંદરના વાવટારૂપે જગતભરમાં પ્રસિદ્ધિ પામ્યુ હતુ. પ્રભુ મહાવીર અને મહાત્મા બુદ્ધ જેવી મહાન વિભૂતિઓના જન્મના કારણે મગધની ગૈારવતા સમસ્ત વિશ્વમાં વ્યાપી ગઇ હતી.
આ સમયે મહારાજા શ્રેણિકે રાજ્યના રક્ષણ સાથે પ્રજાની સલામતી અને વેપારના રક્ષણાર્થે દીર્ઘ 'ષ્ટિપૂર્વક ખાસ સતાષકારક પ્રજાસત્તાક રાજ્ય જેવી ચેાજના ઘડી. રાજ્યવહીવટમાં અલગ અલગ પ્રાંતામાં સુંદર વ્યવસ્થા રહે તેને માટે પ્રાંતિક સમિતિએ બનાવી તેના વહીવટ ૮,૦૦૦ અગ્ર પ્રજાજનાની સમિતિને સોંપી તેની ઉપર ૪૯૯ અમાત્યા(વહીવટદારા)ની નિમણૂક કરી હતી. તે સર્વ અમાત્યાના ઉપરી અધિકારી તરિકે બુદ્ધિશાળી અભયકુમારની ગાઠવણ કરી. ૫૦૦ વહીવટદારાથી મગધનું રાજ્યમ ધારણ પ્રજાસત્તાક તરીકે એવું તા સુંદર ગાઠવ્યું હતુ કે જેથી સર્વ પ્રજા સંતાષી બની હતી. રાજ્યવહીવટને અંગે મંત્રીશ્વર અભયકુમારે ખાસ નીતિશાસ્ત્રની રચના કરી હતી. મહારાજા શ્રેણિકે લશ્કરી વ્યૂહરચનામાં પેાતાની બુદ્ધિના સુંદર ઉપયોગ કરી ૫,૦૦૦ ઉપરાંત લડાયક હસ્તિની ફેાજ તેમજ ૩,૦૦,૦૦૦ તુ' લડાયક સૈન્ય રાખ્યું હતુ, જેમાં ૮,૦૦૦ રથીએ, ૨૦,૦૦૦ જેટલા હથિયારબંધ ઘેાડેસ્વારી તથા ખાકીનુ તિરંદાજ અને પાયદળ હતુ. આ પ્રમાણેની શ્રેણીબંધ લશ્કરી વ્યૂહરચનાને કારણે મહારાજા ભભસારનું નામ પ્રજાએ ભભસાર બદલી શ્રેણિક રાખ્યું હતું. ( અર્થાત્ શ્રેણી: એટલે પદ્ધતિસર રાજ્યવહીવટના ચલાવનારા. ) આ સમયે મહારાજા શ્રેણિક સાથે વ્યાપારિક સંબંધ વધારવા તથા મૈત્રી બાંધવા અનેક રાષ્ટ્રા ઇંતેજાર રહેતાં હતાં, જેને ચેાગે અનેક રાજ્યાએ મહારાજા શ્રેણિક તથા તેના કુંવરાને પાતાની પુત્રીએ પરણાવી મહેરબાની મેળવી હતી. આને પરિણામે મહારાજા શ્રેણિકનેા રાણીવાસ તેના પિતાની માફક રાણીઓથી ભરપૂર ખન્યા હતા.
મહારાજા શ્રેણિકના કુમારાનાં લગ્ના પણ એક કરતાં વધુ કન્યાએ સાથે થયાં હતાં. આપણે પાછલા પ્રકરણમાં વાંચી ગયા તે પ્રમાણે મહારાજા શ્રેણિકની હૈયાતીમાં જ તેની તેર રાણીઓએ દીક્ષા લીધી હતી. તેવી જ રીતે તેમના પુત્રાએ દીક્ષા લઇ આત્મકલ્યાણુ સાધ્યું હતું. આ પ્રમાણે મહારાજા શ્રેણિકના રાજ્યવહીવટની કંઇક ઝાંખી અમેએ રજૂ કરી છે.