________________
સમ્રાટ સંપ્રતિ
નહિ થએલ તે સિદ્ધ થાય છે. પ્રભુ મહાવીરના લગભગ ૧૦ વર્ષ ઉપરાંત સહવાસમાં આવતાં મહારાજા શ્રેણિકની ૬૫ વર્ષની અવસ્થા થતાં રાજ્યકુટુંબમાં વૈરાગ્યની પ્રાપ્તિ પૂરેપૂરી થઈ જેમાં એકલા રાજ્યકુટુંબમાંથી જ લગભગ ૨૦ ઉપરાંત વ્યક્તિઓએ મહારાજા શ્રેણિકની રજાથી પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી હતી, જેમાં તેમની તેર રાણીઓ અને પાટવીપુત્ર અભયકુમારને પણ સમાવેશ થતો હતે.
મહારાજા શ્રેણિકના દેહાંત બાદ સંસાર પર પૂર્ણ વૈરાગ્યની પ્રાપ્તિ થવાથી રાજ્યકુમાર કુણિકની માતા ચિલણ અને મહારાણી ધારિણી તથા અન્ય બીજી ૧૧ રાણીઓએ અને કંઈક રાજ્યપુત્ર તેમજ કુટુંબીજનોએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી હતી. આ બધી પરિસ્થિતિમાં મહારાજા શ્રેણિકના મૃત્યુ બાદ કણિકને રાજ્યકુટુંબમાં ઉપરાઉપરી થએલ દીક્ષાનાં કારણે રાજ્યમહેલ અને રાજ્યગ્રહી અકારાં થઈ પડ્યાં અને તેણે સંસારત્યાગ કરવા અથવા તે આત્મહત્યાને નિશ્ચય કર્યો, પરંતુ સુજ્ઞ પુરુષના સમજાવવાથી અને ત્રિકાળજ્ઞાની પ્રભુ મહાવીરના ઉપદેશથી તેણે રાજ્યગ્રહથી રાજ્યગાદી બદલવાનો નિશ્ચય કર્યો અને ચંપા નામે નગર વસાવવાને હુકમ આપે. આ જ વર્ષમાં પ્રભુ મહાવીરના સમાગમમાં રાજા કુણિક સ્વતંત્ર રીતે ઘણું વખત આવ્યો જેમાં તે પ્રભુ મહાવીરના દર્શનાર્થે ઘણી વખત ઉપાશ્રયે ગયો હતો, જેનું સવિસ્તર વર્ણન
” નામના સૂત્રમાં આપવામાં આવેલ છે. આ ઉજવાઈ સૂત્ર આગમ ગ્રંથનાં સૂત્રમાંનાં બાર ઉપાંગસૂત્રો પૈકીનું પ્રથમ સૂત્ર છે કે જે સૂત્ર આચારાંગપ્રતિબદ્ધ ઉપાંગ તરિકે ગણાય છે. તેની મૂળ લેક સંખ્યા ૧૨૦૦ની છે. તાડપત્રીય સૂચીમાં મૂળ
કસંખ્યા ૧૧૬૭ની જણાવી છે. તે સૂત્ર પર શ્રી અભયદેવસૂરિની ટીકા ૩૧૨૫ શ્લોકપ્રમાણ છે. કુલ સ્લેકસંખ્યા ૪૩રપની થાય છે, જ્યારે તાડપત્રીય સૂચિના હિસાબે ૪ર૯૨ ની થાય છે. મહારાજા કુણિકે રાજ્યગાદી પર આવ્યા બાદ કપિલવસ્તુ કે જે મહાત્માબુદ્ધની જન્મભૂમિ હતી તેને સંપૂર્ણ નાશ કર્યો તેવી જ રીતે મહાત્મા બુદ્ધનું પરિનિર્વાણ સ્થાન તરિકે ગણાતી “શ્રાવસ્તિ” નગરીને જીતી ત્યાં રહેલ માંસાહારી બદ્ધસાધુઓને ત્યાંથી દૂર કરી ત્યાંની પ્રજામાંથી માંસાહારનો ત્યાગ કરાવી જૈનધર્મનો ફેલાવો કર્યો. આ પરિસ્થિતિ આધારભૂત ગણાય છે જેને ઈતિહાસવેત્તાઓ એકમતે ટેકે આપે છે.