________________
કાળગણના રાજ્યગાદીની પ્રાપ્તિ થઈ હતી, જે હકીક્તને “મગધરાજ” ગ્રંથના કર્તા “જયભિક્ષુ”
તમ બુદ્ધવાળા પ્રકરણમાં ટેકો આપે છે. આ ઉપરથી ઐતિહાસિક ઘટનાઓને ટેકે મળે છે. અમોએ આ ગ્રંથમાં શ્રેણિક મહારાજાના રાજ્યાભિષેકવાળા પ્રકરણમાં પણ મહારાજા શ્રેણિકને ૨૦ વર્ષની યુવાન ઉંમરે રાજ્યગાદી મળ્યાનું જણાવ્યું છે. એટલે આ હિસાબે પણ મહારાજા શ્રેણિકને જન્મ ઈ. સ. પૂર્વે લગભગ ૬૧૧ માં થયાનું સાબિત થાય અને મહાત્મા બુદ્ધને જન્મ ઈ. સ. ૬૨૧ માં થયો ગણાય છે. આ ગણત્રી મુજબ મહારાજા શ્રેણિક કરતાં ગૌતમબુદ્ધ ૧૦ વર્ષ મોટા હતા અને
પ્રભુ મહાવીર લગભગ ૧૨ વર્ષ નાના હતા. ૪. પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તેમના ૪૩ માં વર્ષે થઈ તે સમયે મહારાજા
શ્રેણિક ૫૫ વર્ષના હતા.
૫. પ્રભુ મહાવીરના નિર્વાણ પહેલાં લગભગ ૧ વર્ષે એટલે ઈ. સ. પૂર્વે પ૨૮ માં
મહારાજા શ્રેણિકનો દેહાંત થયે તે સમયે તેમની અવસ્થા લગભગ ૮૨-૮૩ વર્ષની હતી. આ હિસાબે લગભગ પર વર્ષ, ૬ માસ સુધી તેઓએ રાજ્ય કર્યાનું મળી આવે છે, જે હકીકતને ઇતિહાસકારો પણ ટેકે આપે છે, આ ગણત્રીએ ઈ. સ. પૂર્વે ૫૯૦ કે ૧૯૧માં તેમનો રાજ્યાભિષેક, અને ઈ. સ. પૂર્વે પ૨૮માં દેહાંત થયો હતો. મહારાજા શ્રેણિકનો દેહાંત ઈ. સ. પૂર્વે પ૨૮ માં થયે તે સમયે રાજ્યપુત્ર કુણિક લગભગ ૪૨ વર્ષની અવસ્થાએ રાજ્યગાદી પર આવ્યું હતું એટલે આ ગણત્રીએ રાજપુત્ર અજાતશત્રુ કુણિક, મહાત્મા ગતમબુદ્ધ અને પ્રભુ મહાવીરના સમાગમમાં આવ્યાનું જે ઈતિહાસકારો જણાવે છે તે ઘટના અમારા ગ્રંથની કાળગણના સાથે મળતી આવે છે, જે નીચે મુજબ –
મહાત્મા બુદ્ધના ધ્યાનસમયે અજાતશત્રુ લગભગ ૨૯ વર્ષના હતા, એટલે સ્વાભાવિક છે કે તેઓનું ગૌતમબુદ્ધ પાસે તત્વજ્ઞાન શ્રવણ કરવા જવાનું બન્યું હોય. પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ઈ. સ. પૂર્વે ૫૫૬ માં થઈ. તે સમયે ( અજાતશત્રુ ) રાજપુત્ર કુણિક ૧૪ વર્ષનો હતો, એટલે લગભગ ૨૦ વર્ષ સુધી પ્રભુ મહાવીરના સહવાસમાં રાજપુત્ર કુણિક પૂરેપૂરો આવેલ છે. સબબ મહારાજા શ્રેણિકનું આખું રાજ્યકુટુંબ પ્રભુ મહાવીરનું પરમભક્ત હતું, ને મહાત્મા બુદ્ધ સાથે મહારાજા કુણિકની સ્વતંત્ર મુલાકાત
તેટલા ખાતર જ ઉપરોક્ત ઘટના રજૂ કરી અમે સાબિત કરી આપીએ છીએ કે મહાત્મા બુદ્ધ ન ધર્મની સંપૂર્ણ છાયા નીચે અંતિમ કાળ સુધી રહ્યા હતા. માત્ર તેની માંસાહારની પ્રરૂપણુએ જ તેમને ચુસ્ત અહિંસાવાદથી વિમુખ રાખ્યા હતા. તેઓ આહાર અને વિહારના અંગે મતભેદમાં પડવા હતા અને આ એક જ ઉત્સવપ્રરૂપણાનું પરિણામ એ આવ્યું કે તેઓ અલગ પંથના સ્થાપક બન્યા હતા. બાકી તેમના સર્વ સિદ્ધાંત જૈન ધર્મના સિદ્ધાંતોને બહુધાએ મળતા હતા.