________________
પ્રકરણ ૧૪ મું.
શ્રેણિકના સ્વજનોની દીક્ષા. મગધ રાજ્યકુટુંબમાં ઓતપ્રોત થએલ જૈન ધર્મ –
સુજ્ઞ વાચક પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તેમના ૪૩ મા વર્ષે થઈ તે સમયે મહારાજા શ્રેણિકની ઉમ્મર લગભગ પંચાવન વર્ષની હતી, અને તેઓને મગધની રાજ્યગાદી ઉપર આવ્યે લગભગ ૩૫ વર્ષો થયાં હતાં.
આ સમયે મહારાજા શ્રેણિકને અનાથી જૈન મુનિ, મહારાણી સુનંદા તથા રાણી ચિલણ આદિ જેન રાણીઓ તેમજ પ્રભુ મહાવીર કે જેઓ સાધુ જીવનમાં ઉગ્ર તપશ્ચયો કરી રહ્યા હતા તેમના તથા શ્રી પાર્શ્વનાથના સંતાનીયા તરીકે વિચરતા જૈન સાધુઓના સમાગમે જેન ધર્માનુરાગી બનાવ્યું હતું.
* પ્રભુ મહાવીરે ત્રીસ વર્ષની યુવાવસ્થાએ સ્વયં દીક્ષિત બન્યા બાદ નિર્વાણપદની પ્રાપ્તિ સુધીનાં ૪૨ વર્ષોના ચાતુર્માસોની સ્થિરતા નીચેના ગામમાં કરી હતી.
૧. અસ્થિક ગ્રામ, ૩. ચંપા, ૧૨. વૈશાલી અને વાણિજ્યગ્રામ, ૧૪. રાજગૃહીનગરીના નાલંદા પાડા, ૨. ભદ્રિકામાં, ૧. આલંબિકાનગરીએ, ૧. શ્રાવસ્તી, ૧. વજભૂમિ, ૧. અપાપાનગરીએ. આ પ્રમાણેનાં ૪ર ચાતુર્માસમાં અપાપાનગરીના ચાતુર્માસમાં તેમને નિર્વાણપદ-મોક્ષસુખની પ્રાપ્તિ થઈ હતી.
પ્રભુ મહાવીરને મગધાધિપતિ શ્રેણિકને સંપૂર્ણ સાથે તેમના કેવળજ્ઞાન બાદ તુરતજ મળ્યો હતો અને તેના બે મગધના પાટનગર રાજગૃહીને પિતાનું કેન્દ્રસ્થાન બનાવી જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો.
૧૨