SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અને સર્વ જીવના સ્વરૂપને જોવાનું છે, જાણવાનું છે ને મારામાં રમવાનું છે એના માટેનો ઉપાય પણ એ જ બતાવ્યો કે તુ જીવને જાણ. આગમ દ્વારા એમણે પણ આ સ્વરૂપ જાણ્યું ને જે જીવો આ જાણતા નથી તેઓ પણ જાણતા થાય તેના માટે પૂ. શાંતિસૂરીશ્વરજી મ. સા. એ જીવવિચાર પ્રકરણની રચના કરી.જીવો પ્રત્યે એમનામાં કરુણાનો પરિણામ પ્રગટ થયો માટે એમણે આ જીવવિચારની રચના કરી. જે જીવો જે ગુણસ્થાનક પર હોય ત્યાં તે પ્રકારે ઉચિત વ્યવહાર કરે. માટે જ જીવવિચાર પ્રકરણની રચના દ્વારા ઉચિત વ્યવહાર બતાવે છે. પરમાત્માએ પ્રકાશ્યું ન હોત તો અને ગણધરોએ એને ઝીલ્યું ન હોત અને આગળના મહાપુરુષોએ તે જ્ઞાનનો પ્રવાહ ન વહેવડાવ્યો હોત તો શું થાત ? એમ એમનો ઉપકાર વિચારીને મારે પણ આ જીવ વિચાર ભણીને મારામાં કરુણાનો ધોધ વહેવડાવવાનો છે. કરુણાના ઉપચાર રૂપે આ ગ્રંથની રચના કરું છું ને આ માર્ગ છેલ્લે સુધી ચાલે તે માટે એ રીતે જીવન જીવવાનું છે. જેથી બીજાને પણ અનુમોદનાનો વિષય બને અને તેથી શાસનની પરંપરામાં પણ ઉપકાર થાય. તમે નીચે જોઈને ચાલો તો ઉત્તમ જીવો એની અનુમોદના કરશે, પૂજા વગેરે પણ એ રીતે કરો કે બીજા એને જોઈને ખુશ થાય કે આ કેવી સુંદર રીતે પરમાત્માની પૂજા કરી રહ્યાં છે અને એ આત્મા પણ અનુમોદના કરવા દ્વારા અને પોતાની શક્તિ વગેરે હશે તો તે પ્રમાણે કરવા પ્રેરાય તેના દ્વારા શાસનની પરંપરા પણ ચાલે એટલે સ્વ ને પર બન્ને પર મહા ઉપકારનું કારણ બને છે. આ કાર્ય ચાર ગતિમાં માત્ર મનુષ્ય ગતિમાં કરી શકાય. તે માટે નરક ગતિ નકામી છે. ત્યાં જીવ કોઈ પર પણ ઉપકાર કરી શકતો નથી. તેથી નરક ગતિથી બચવા તેનું સ્વરૂપ જાણવું જરૂરી. જીવવિચાર એટલા માટે જ છે કે કર્મોની કોટડીમાં આપણા પરમાત્મા પૂરાયેલા છે તેને મુક્ત કરવાના છે અને તે જીવદ્રવ્ય પર કરુણા લાવ્યા વિના થઈ શકવાનું નથી. પરમાત્માએ મહાકરુણા કરી પોતાના આત્માને તાર્યો એ જીવવિચાર || ૨૮૭
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy