________________
કરુણા એવી વિશિષ્ટ કોટિની હતી કે સ્વમાં ન સમાણી પણ સર્વમાં પ્રસરી ગઈ. આવી મહાકરુણા થઈછતાં પણ વરસાવી તો પોતાના પર જ માટે પહેલો ઉધ્ધાર તો મારા આત્માનો જ કરવાનો છે કે જે પીડાથી યુક્ત છે તેને પીડાથી મુક્ત કરું. પહેલો મારો ઉધ્ધાર કરી લઉં તો જ બીજાનો ઉધ્ધાર કરી શકીશ. આત્માને જોવા માટે જ આગમ છે. આગમ રૂપ અરિસો જોવતાં, મોક્ષ નગર દીઠો અતિ દૂર જો ચૌદ પૂર્વે તેના માટે જ રચાયા છે. મલિન થયેલાને કઈ રીતે શુદ્ધ કરવો તે જ આગમમાં બતાવ્યું છે અને તેના માટે દૃષ્ટિ પણ તેવી જ હોવી જોઈએ તો જ ફળે નહીં તો આગમ પણ ન ફળે. પૂ. શાંતિસૂરિ મ.સા.એ પણ એ જ જોયું કે પરમાત્માએ ૧૨ા વર્ષ સુધી સાધના કરી જગત સાથે નાતો તોડી નાંખ્યો અને આપણી બે ઘડી પણ છોડવાની તૈયારી નથી. જગત સાથે નાતો તોડી આત્મા સાથે નાતો જોડે તે જ ખરો ઉપાય, કાયા-કર્મ-કષાયથી મુક્ત થવાનું છે. પોતાની પીડા આપણને દેખાતી નથી તેથી જગતના જીવોની પીડા પણ દેખાતી નથી. દેખાય છે માત્ર અસાતાની પીડા ને તેને દૂર કરવા જગતના જીવોને પીડા આપ્યા વિના રહી શકતા નથી. પીડા આપવાનો પરિણામ ન હોય તો ય પીડા આપી રહ્યાં છીએ. આનું આમ કરું, ત્યાં તેમ કરું એમ અનેક વિચારો, વિકલ્પોની ગડમથલમાં સામે ચાલી પ્રભુને છોડ્યા અને પારકાને ઘાલ્યા જેનું આપણને ભાન પણ નથી. જે પીડા પામી રહ્યો છે તે ભયંકર અસાતા પામી રહ્યો છે અને તેને અંદરમાં ઘાલ્યા તો અશાંતિ જ થાય. શાંત એવા પ્રભુને બહાર કાઢ્યા પછી શાંતિ ક્યાંથી મળે. સેવકનો નિર્ણય કે બીજો મન મંદિર આણુ નહીં એ અમ કુલવટ રીત, કારણ સુખિયાને પકડીએ તો સુખી થઈએ, દુઃખિયાને પકડીએ તો દુઃખી થઈએ. બીજો પીડાવાળો છે તે આવશે તો પીડા જ ઊભી કરશે. દુઃખ દૂર કરવા દુઃખીને અંદર ઘાલ્યા ને સુખીને બહાર કાઢ્યા તો સુખ મળે કેમ ? સાધુ જંગલમાં-ગુફામાં-વનમાં મસ્તી અનુભવતા કેમ ? કેમકે એમણે અરિહંત સિદ્ધાદિ જે સુખ અનુભવી રહ્યાં છે તેવા સુખિયાને પકડ્યા માટે, પીડિત આત્માને માત્ર યાદ કરાય કે હવે એમને વધારે પીડા આપવી નથી પણ મનમાં તો ઘલાય જ નહીં.
જીવવિચાર || ૨૮૮