________________
આપ્યું માટે સિદ્ધ નથી બન્યા પણ જેઓએ ભાવ પ્રાણની રક્ષા માટે દ્રવ્ય પ્રાણ સંપૂર્ણ અર્પણ કર્યા તેઓ પૂર્ણતાને પામી ગયા.
અજીવમય બનેલા જીવને જીવમય બનવા માટે મોક્ષમાર્ગની સાધના કરવાની છે. સિદ્ધના જીવોમાં કોઈ ભેદ નથી. કર્મના કારણે જીવોમાં ભેદ પડે છે. તીર્થકરરૂપે કે સામાન્ય કેવલીરૂપે કે કોઈ પણ રીતે સિદ્ધ થયેલા જીવોની સિદ્ધક્ષેત્ર રૂપ લોકાંત પર સર્વસિદ્ધોની સ્વરૂપ સ્થિતિ સમાન છે.
अनिच्छन् कर्म वैषम्यं ब्रह्मांशेन समं जगत् आत्माभेदेन य : पश्येदसौ मोक्षगमी शमी ॥
| (જ્ઞાન સાર : શમ અષ્ટ-થા-૨) 0 મંગલાચરણ શા માટે? મંગલ અર્થાત્ પાપથી નિવૃત્ત થવું તે.
કોઈપણ ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવે છે. જે આત્મા પોતાના પૂર્ણ સ્વભાવ રૂપ નથી તેને મંગલાચરણ કરવાનું છે. પોતાના આત્માનું મંગલમાં આચરણ કરવાનું છે. પોતાનો સ્વભાવ એ મંગલ છે. નંદી સૂત્રમાં પણ જ્ઞાનને પરમ મંગલ કહ્યું છે. મંગલાચરણ કરવા દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરે છે. અમંગલથી દૂર થવા ઈચ્છે છે, એટલે મંગલ થવા ઈચ્છે છે. પોતાના ગુણોની પૂર્ણતા (પોતાની સિદ્ધ અવસ્થાને) પામી જાય પછી એને કોઈ મંગલ કરવાનું રહેતું નથી. અહીં વીર પરમાત્માને (અરિહંત પરમાત્માને) મંગલરૂપે વંદના કરી છે. કારણ પરમાત્મા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે અને જગતને પણ તેનો જ બોધ આપે છે. પરથી પર થઈને સ્વ સ્વભાવમાં રમણતા કરી રહ્યાં છે એટલે મંગલ કરી રહ્યાં છે અને એનું જ આચરણ કરી રહ્યાં છે. માટે હું પણ એમને વંદના કરવા દ્વારા કેવલજ્ઞાનાદિ ગુણોવાળો બની જ જાઉં. અમને આ અપૂર્વ શ્રદ્ધા છે કે મને એ અવસ્થા મળી જ જવાની છે.
પરમાત્મા પણ નિરંતર જીવ રૂપી શેયને એના સ્વરૂપને જાણી રહ્યાં છે, જોઈ રહ્યા છે ને પોતાના સ્વભાવને માણી રહ્યા છે. માટે મારે પણ પોતાના
જીવવિચાર // ૨૮૬