________________
ધંધા કર્યા છે. મોટાભાગની માંસાહારી પ્રજા છે, શાકાહારી તો માત્ર પોઈન્ટમાં આવે. જીવે પોતાના સ્વાર્થ માટે બધું જ કર્યુ. મનુષ્યભવમાં ઉચ્ચકુળમાં, રાજકુળમાં આવ્યો પણ તેને જિનશાસનની સ્પર્શના ન થઈ. શિકાર વગેરેના શોખ, વ્યસન માને છે. શ્રેણિક જેવો તીર્થકરનો આત્મા તે જ ભવમાં તીર્થકર નામકર્મની નિકાચના કરનારો પણ શિકાર કરે છે. ભવ ભ્રમણોમાં આપણા આત્માએ પણ બીજાના પેટ, હૃદય, આંતરડા વગેરેને ફાડ્યા હશે. જંગલી પશુના ભવોમાં તો આપણો આહાર પણ એ જ હતો. લોહીને શરબતની જેમ ગટગટાવી ગયા ને માંસનું ભોજન પણ કર્યું તેના કારણે એવા કર્મો બંધાયા. વર્તમાનમાં તમારા ઘરોમાં પણ કોલેજિનય છોકરાઓ કયા વ્યસનોથી બાકાત હશે? આયુષ્ય બંધાયુ તે વખતે અનુબંધ ઉદયમાં ન આવ્યો માટે સારો ભવ મળ્યો, પણ અનુબંધ ઉદયમાં આવે તો તે માંસાહાર પણ કરે. સીધી કે આડકતરી રીતે દવાઓમાં, કપડામાં વગેરેમાં માંસાહાર થાય છે. સાબુ વગેરેમાં પણ ચરબીનો ઉપયોગ ઘી, તેલ, દૂધ વગેરેમાં પણ ચરબી વગેરેની ભેળસેળ થઈ રહી છે. પાપનો ડર રહ્યો જ નથી. સારા સારા ધર્મી આત્માઓને પણ આ ડર નથી રહ્યો. પાપના ઉદયના કારણે હલકા માણસો જ આવવાનાં છે. જેટલું સાદું જીવન જીવાય તે જ બચવાનો એક માત્ર ઉપાય, સમાજનો ભય છોડી દો. નરકમાં વૈક્રિય શરીર છે તેથી ત્યાં હાડકા, માંસ વગેરે નહોય પણ પરમાધામી વિદુર્વણા કરીને નારકોને બતાવે. (૫) રુદ્ર રોદ્ર પરિણામવાળો સ્વભાવે જ ભયાનક, તલવારોથી છેદે,ત્રિશૂલ, શૂળ, સોય, તોમરૂ, ભાલા વગેરેથી કાપે, છેદે, અગ્નિથી બાળે. આપણને બીજાને મારવાના બાળવાના પરિણામ આવ્યા તેનાથી આવા કર્મો બંધાય. સ્મશાન એ વૈરાગ્યને પ્રગટ કરવાનું પરમમાં પરમ સ્થાન છે, યોગીઓ પણ સ્મશાનમાં જઈને સાધના કરે છે. જિનશાસનને પામેલા જીવો મૃત્યુના પ્રસંગને પામીને પોતાના મૃત્યુને સુધારી લ્ય. લવ અને કુશે લક્ષ્મણના મૃત્યુને નિહાળીને અને રામની લક્ષ્મણ પ્રત્યેની મોહચેષ્ટાને જોઈને મૃત્યુ પર વિજય, મોહ પરવિજય પ્રાપ્ત કરવા સમર્થ એવી દીક્ષાનો સ્વીકાર કર્યો. દીક્ષાનો સ્વીકાર ન કરી શકે
જીવવિચાર // ૧૭૦