________________
મહાબલનામનું શસ્ત્ર, ભાલા, તલવાર વગેરેથી છેદે ઉપર કે પછી ભાલામાં પકડે. નારકપ્રથમ શૂળથી ભોંકાય, વજશીલા કાંટાથી વ્યાપ્ત હોય તેના પર નારકને અથડાવે ત્યાં બાદર અગ્નિ ન હોય ત્યાં વિદુર્વેલા અગ્નિ હોય તેમાં રાડો પાડતા જાય. ચિચિયારીઓ પાડતા જાય ને નારકને તેમાં બાળતો જાય. ભયંકર વેદના પામે છેદાય, ભેદાય તો પણ પારાની જેમ શરીર પાછું ભેગું થઈ જાય. આરાથી વધે છે, મુગરથી મારે છે, આકાશમાં ઉછાળે છે અને ઊંધુ મુખ કરીને નીચે પટકે છે. ૨) અંબરિષઃ આ દેવો નારકોને એ રીતે હણે છે કે તે તરત બેભાન થઈને પડે પછી તીક્ષણ કાતરોથી કાપે છે. તેમના ભિન્ન-ભિનટુકડા કરે છે, ખડગના ઘાથી નિક્ષેતન થયેલા નારકોના સોય જેવી તીણ કાતરથી મોટાં-નાનાં ટુકડાં કરે છે અને તેમને ભયંકર પીડા ઉપજાવે છે. મોટાં-મોટાં બગીચા વગેરેમાં માળી તેની શોભા વધારવા માટે મોટી-મોટી કાતરો લઈને ખચાખચ વનસ્પતિને કાપે, વિવિધ આકારો બનાવે તે કાર્ય માળીએ કર્યું. આપણે કરવા, કરાવવા અને અનુમોદના કરતાં કરતાં રૌદ્રધ્યાનમાં ચડી જઈએ તો નરકનો અનુબંધ પડે. ખાટકી માંસના ટુકડા કરી વેચે, માચ્છીમારો મોટા માછલાને કાપીને વેચીને આવા કર્મ બાંધે. કર્મના ઉદયે પરમાધામી ત્યાં આ રીતે પીડા આપે. મોટા ભાગના પાપો તો ઉપયોગના અભાવે જ થાય છે. જે કર્મ જે પરિણામની ધારાથી બાંધ્યું અને પછી જાગૃતિ આવી તો તીવ્ર પરિણામની ધારાથી પશ્ચાતાપ કરે તો તે કર્મની નિર્જરા તો થાય પણ સાથે-સાથે પૂર્વે બાંધેલા કર્મોની પણ નિર્જરા થઈ જાય. (૩) શયામ છેદવા, પાડવા, તોડવા, વિધવા, દોરડા વગેરેથી નારકીને તીવ્ર પીડા આપે છે. પશુ-મનુષ્યને બાંધે, અંગોપાંગને છેદી નાખે, પર્વતો પરથી પાડે, વજય શરુથી મારે, દોરડા તથા લાતોથી મારીને ઘોર વેદના આપે છે. (૪) સબલ નારકોના પેટમાંથી ફેફસા, આંતરડા, ચરબીને છેદીને બહાર કાઢે છે અને પાછાતેનારકોને બતાવે છે. જીવે સીધી કે આડકતરી રીતે આ જ
જીવવિચાર || ૧૬૯