________________
તો સ્વજનો આદિભેગા થાય તો ભેગા થઈને આરાધના કરે પણ શોક કરવાનો નથી. ગુરુ ભગવંતો પાસે જાય તો ગુરુ ભગવંતો જિનવાણી સંભળાવે. જેનાથી આપણી અજ્ઞાનતા ટળી જાય. પાર્શ્વનાથ પરમાત્માનો પ્રથમ ભવ મરુભૂતિ, માતા-પિતાના મૃત્યુથી શોક થયો તો ગુરુ ભગવંત પાસે ગયા ને જિનવાણી સાંભળીને સમકિત પામ્યા ત્યાંથી આત્માનું ઉત્થાન થયું અને કમઠવિષયોમાં વધારે આસક્ત બન્યો. એક આત્મા ગયો તો તેની પાછળ ધર્મને છોડવાનો નથી પણ ધર્મને વધારવાનો છે. () ઉપર નારકોના અંગોપાંગો બાહુ-સાથળ, હાથ, પગ, માથું વગેરેને કાપે છે. કસાઈના ભવમાં માછલાં, બકરાં વગેરેને કાપે છે એ જોઈને આપણે એ વિચારવાનું છે કે અજ્ઞાનતામાં મારા આત્માએ આવા કેટલા પાપો કર્યા હશે? હવે મારો આત્મા આવા પાપન કરે અને સમજાયું કે હું એકેન્દ્રિયને પણ મારા રાગને સ્વાર્થ ખાતર મારું તો મને પણ આવા જ પાપ બંધાય. (૭) કાલાઃ પ્રલાપ કરતા નારકોને અગ્નિના ભઠ્ઠામાં, જેમ તીણ ખીલામાં માંસના ટુકડાને ભરાવવામાં આવે પછી તેને અગ્નિમાં શેકવામાં આવે તેમ નારકના મુખને આરીતે પકડીને શેવામાં આવે છે. ખાખરાને શેકવામાં આવે તેમ નારકના આત્માને શેકવામાં આવે છે. અતિ તપતી લોખંડની તવીમાં માછલીને જેમ શકે છે તેમ એને શેકવામાં આવે અને પોતાનું કરેલું પાપ યાદ અપાવે છે. આનાથી આપણે વિચારવાનું છે કે નાની પણ પીડાઆપણો આત્મા કોઈને પણ ન આપે તે અનુકંપાનો પરિણામ છે. ૮) મહાકાલ સિંહની પૂંછડીની આકૃતિવાળા અને કોડીપ્રમાણવાળા માંસના ટુકડાને છેદીને નારકોને ખવડાવે. (૯) અસિઃ તલવાર, નારકોના બે હાથ,પગ, સાથળ, પેટ, માથું વગેરે તલવારથી છેદે છે અને ભયંકર પીડા આપે છે. તે આ રીતે કર્યું હતું, પશુ વગેરેના અંગોપાંગ છેડ્યાં હતાં તેના ફળ રૂપે આ તારે સહન કરવાનું છે. તે વખતે આ સાંભળતા તેને જાતિ મરણ થાય અને વિચારતાં વિચારતાં
જીવવિચાર // ૧૭૧