________________
પતંગિયા (પ્રકાશ) અગ્નિમાં બળી મરે છે. અગ્નિ મને બાળી નાંખશે એવું ભાન નથી પણ રૂપ ગમે છે માટે ત્યાં જાય છે, ને બળી મરે છે.આપણને પણ આત્માનું ભાન ન હોય તો એનામાં ને આપણામાં કાંઈ ફ૨ક નથી. આપણે પણ અનુકૂળતા ભાળી ને એમાં ગરકાવ થઈ જઈએ તો આપણી પણ આ જ અવસ્થા થાય. જેમ જેમ મોહની તીવ્રતા વધારે તેમ તેમ ઊતરતા ક્રમે આયુષ્ય બંધાય, અર્થાત્ સંમૂછિમ મનુષ્ય પછી ૪,૩ કે ૨ ઈન્દ્રિયમાં પણ જાય. પંચેન્દ્રિયમાં બે વિભાગ સંશી અને અસંશી, એમાં દેવ ને નારક સંશી જ હોય, મનુષ્ય અને તિર્યંચમાં સંશી ને અસંશી બે ભેદ આવે એ ગર્ભજ અને સંમૂચ્છિમ પણ હોય. * નરક ગતિ *
નરક અને નારકના જીવોના પ્રકાર :
નરક કોને કહેવાય ? નર શબ્દ એમાં પ્રથમ છે. પાપી એવા મનુષ્યોને પાપ ફલના ઉપભોગ માટે આહ્વાન કરે છે તે માટે એને નરક કહેવામાં આવે છે.
આપણે ત્યાં પ્રથમ નિષેધ અને પછી વિધાન એમ બે સ્વરૂપે પરમાત્માની આજ્ઞા છે. પહેલાં ત્યાગ જ કરવાનો છે. નર = મનુષ્ય, ક= કાળા, જે કાળા પાપો કરે છે તેને નરક મળે છે એટલે એનું સ્થાન પણ નીચું. જેણે ભાવથી અધોગતિ કરી છે તેને દ્રવ્યથી પણ નીચે જ જવાનું આવે છે. નરક એ કોઈ કાલ્પનિક વાત નથી. ખ્રિસ્તીઓ નરકને હેલ કહે છે અને મુસ્લિમ લોકો જહન્નમ કહે છે. નાસ્તિકો નરકને માનતા નથી. નાસ્તિકદર્શન પ્રત્યક્ષને માને તેથી નરકને કાલ્પનિક માને છે, લોકોને ભય બતાવવાનું કારણ માને છે. જીવરાશિમાંથી નરક ગતિમાં કોણ જાય ?
મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો નરકમાં જઈ શકે. તેમાં પણ સાતમી નરકમાં માત્ર (પ્રથમ સંઘયણવાળા) મનુષ્ય અને માછલાં જ જઈ શકે. સ્ત્રી છઠ્ઠી નરક સુધી જઈ શકે. પાંચમીમાં સર્પ, ચોથીમાં સિંહ, ત્રીજીમાં પક્ષી, બીજીમાં – ગર્ભજ ભુજ પરિસર્પ અને પહેલીમાં સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ
જીવવિચાર || ૧૪૪