________________
ત્રસનાડીમાં જ રહેલા છે અને સ્થાવર જીવો ત્રસનાડીમાં અને ત્રસનાડીની બહાર પણ ચૌદ રાજલોકમાં સર્વત્ર રહેલાં છે.
સ્થાવરકાય ત્રસકાય જીવોની રક્ષા કરતાં કેવલજ્ઞાનાદિ ગુણોના લાભને પામેલા મહાત્માઓ :
* પૃથ્વીકાયના જીવની રક્ષા કરતાં
* અકાયના જીવની રક્ષા કરતાં
* તેઉકાય (અગ્નિના) જીવોની રક્ષા કરતાં
* વાયુકાય જીવોની રક્ષા કરતાં
* પાણી—માટીના(પણગ-દગ) યોગથી નિગોદના જીવોની વિચારણા કરતા
* વનસ્પતિકાયમાં જીવ છે તેવી ખાત્રી થતા બૌધ્ધ સાધુ પ્રતિબોધ પામી જૈન મુનિ બન્યા
* બેઈન્દ્રિય જીવની રક્ષા કરતાં જીવ તરીકે જ્ઞાનથી
* તેઈન્દ્રિય (કીડી) જીવની રક્ષા કરતાં
* ચઉરિંદ્રિય જીવની (મચ્છર) રક્ષા કરતાં
* પંચેન્દ્રિય કૌંચ પક્ષીના જીવની રક્ષા કરતાં
અનસનપૂર્વક સિંહના મુખમાં ચવાતા શ્રી વ્રજ આર્યસૂરિ
અર્ણિકાપુત્ર આચાર્ય
ગજસુકુમાલ મુનિ
કુરુદત્ત મુનિ
અઈમુત્તામુનિ
ગોવિદાચાર્ય
ધનપાલ પંડિત
ધર્મરુચિ અણગાર
શ્રમણ ભદ્રમુનિ
મેતારજ મુનિ
કેવલજ્ઞાન પામ્યા
કેવલજ્ઞાન પામ્યા
કેવલજ્ઞાન પામ્યા
કેવલજ્ઞાન પામ્યા
કેવલશાન પામ્યા
ચારિત્રગુણને
પામ્યાં
સમકિતને પામ્યા
સર્વાર્થસિદ્ધવિમાનમાં દેવપણાને પામ્યા
કેવલજ્ઞાન પામ્યા
કેવલજ્ઞાન પામ્યા
ત્રસપણામાં બે વિભાગો કર્યા વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. ૨,૩,૪ ઈન્દ્રિયવાળા જીવો માત્ર ભાવપ્રાણના નાશ માટે જ જીવન જીવે છે તેઓને આત્માનું લક્ષ નથી, શરીરનું જ લક્ષ છે. મિથ્યાત્વ છે, મન નથી માટે આહાર સંશાને પોષવા, જે જે ઈન્દ્રિયો મળી તેના વિષયોને ભોગવવા માટે જ જીવે છે. અનુકૂળતા શોધે, પ્રતિકૂળ વિષયો ન ગમે, મંકોડા ગોળ જુવે ને ત્યાં ચોંટે,
જીવવિચાર // ૧૪૩