________________
છીએ. પૂર્ણ શાસ્ત્રમાં લખ્યું છે તેવું) આચાર પાળવા અમે સમર્થ નથી. પરમ મુનિઓની ભક્તિથી અમે તેમના માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ. “શ્રુત - અનુસાર નવિ ચાલી શકીએ, સુગુરુ તથાવિધ નવિ મળે રે; ક્રિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે રે...'
આમ સ્વયં પૂર્વમહાપુરુષો બોલતા હોય ત્યારે “હું જ શાસ્ત્રાનુસારી, બીજા મિથ્યાત્વી”, એમ તો કોઈ મૂઢ જ બોલી શકે.
જ પ્રશ્ન : ભાવ નમસ્કાર મળી ગયા પછી ગણધરો નમુત્થણ વગેરે દ્વારા શા માટે નમસ્કાર કરે ?
ઉત્તર : હજુ ઉંચી કક્ષાનો નમસ્કાર (સામર્થ્ય યોગનો) બાકી છે માટે હજુ ધ્યેય સુધી પહોંચી શકાયું નથી માટે. 1 - અષ્કાય, તેઉકાય અને ૪થા વ્રતની વિરાધના અનંતસંસાર બનાવે છે, એમ મહાનિશીથમાં ભારપૂર્વક જણાવ્યું છે “ગસ્થ ગ« તત્વ વUi (અનંતકાય)' આથી પાણીમાં મહાદોષ છે. અગ્નિ સર્વતોભક્ષી છે. અબ્રહ્મ મહામોહરૂપ છે. વિરાધનાથી બંધાતા કર્મોથી નહિ ચેતીએ તો આપણું શું થશે ?
અમુક કમાં જ્ઞાન, ધ્યાન કે તપથી નહિ, પણ ભોગવવાથી જ જાય એવા હોય છે. કર્મો બંધાતાં કાંઈ વાર નથી લાગતી, માત્ર અત્તમુહૂર્તમાં જ બંધાઈ શકે.
૦ પરંપરાનો ભંગ કરવો ખૂબ જ મોટો દોષ છે.
ચૌદશના નવકારથી કરનારા, રોજ આધાકર્મીનું સેવન કરનારા જોગ કેમ કરી શકે છે ? હવે એમની તબિયત શી રીતે સુધરી ગઈ ?
તિથિનું પણ બહુમાન ગયું ? પ્રણાલિકાનો ભંગ કરવો મોટો દોષ છે. આવનારી પેઢી બધી એ માર્ગે ચાલે તેનું પાપ પહેલ કરનારને લાગે.
- - “બીજા કોઈ મને કહી દે : તું હળુકર્મી છે, નિકટ મુક્તિગામી છે, એમાં મને વિશ્વાસ નથી. પ્રભુ જો મને કહી દે : તું ભવ્ય છે તો હું રાજીરેડ થઈ જાઉં” – એમ પૂ. દેવચન્દ્રજી મહારાજ જવા પણ કહે તો આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ ?
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* *