________________
બનાવનારી છે, એ નોંધી લેવું જોઈએ. આ બધાથી નિઃસ્પૃહતા વધતી જાય તેમ તેમ આનંદ વધતો જાય. આ જ જીવનમાં આનો અનુભવ કરી શકાય.
નિઃસ્પૃહતા એટલે સમતા. સમતામાં સુખ,
સ્પૃહા એટલે મમતા. મમતામાં દુ:ખ. • શક્તિરૂપે (બીજરૂપે) આપણે પરમાત્મા છીએ, પણ વ્યક્તિરૂપે અત્યારે અંતરાત્મા થઈએ તોય ઘણું !
અત્યારે આપણે જો બહિરાત્મા છીએ તો શક્તિથી અંતરાત્મા અને પરમાત્મા છીએ. જો આપણે અંતરાત્મા છીએ તો શક્તિથી પરમાત્મા છીએ.
- વાણીનો પ્રયોગ ક્યાં સુધી ? કાયાની - મનની પ્રવૃત્તિ ક્યાં સુધી ?
કેવળીઓ પણ ત્રણેય યોગનો નિરોધ ૧૪મે ગુણઠાણે કરે. એનો અર્થ એ થયો : ત્રણેય યોગોની સમ્યફ પ્રવૃત્તિ કેવળીને પણ હોય.
“પરમાત્મા તો - પરબ્રહ્મસ્વરૂપી છે જ, પણ અમે તો એમના વચનથી પણ પરબ્રહ્મની ઝલક અનુભવીએ છીએ.' એમ પૂ. યશોવિજયજી મ.સા. ખુમારીપૂર્વક કહે છે. આ અભિમાન નથી, અનુભવની ઝલકથી ઉત્પન્ન થતી ખુમારી છે.
- જ્ઞાનસારમાં બ્રહ્માધ્યયન નિષ્ઠાવાનું આવે છે. બ્રહ્માધ્યયન કયું સમજવું ? પરબ્રહ્મ - અધ્યયન એટલે આચારાંગનું પ્રથમ શ્રુતસ્કંધ !
“પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે પદ એટલે ચરણ. ચરણનો પગ સિવાય બીજો અર્થ ચારિત્ર પણ છે. ચારિત્ર એટલે આજ્ઞાપાલન, આજ્ઞાપાલન જેમણે કર્યું તેઓ - તરી ગયા. આજ્ઞા-ખંડન કર્યું તેઓ ડૂબી ગયા.
પૂ. ઉપા. મ. પોતાની સ્થિતિ નિખાલસપણે સ્પષ્ટ કરતાં કહે છે :
अवलम्ब्येच्छायोगं पूर्णाचाराऽसहिष्णवश्च वयम् । भक्त्या परममुनीनां, तदीय - पदवीमनुसरामः ॥ ઈચ્છાયોગનું આલંબન લઈને અમે ચારિત્ર પાળીએ
૨૮
* * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧