________________
આપણે નમ્ર બનીશું, આપણે જો સન્મુખ બનીશું, આજ્ઞાપાલનની સંપૂર્ણ તૈયારી બતાવીશું ત્યારે પ્રભુની અનરાધાર કૃપા આપણા પર વરસી પડશે. ત્યારે આપણને સમજાશે કે ભગવાન તો અનરાધાર કૃપા વરસાવી જ રહ્યા હતા, પણ હું જ અહંકારની છત્રી ઓઢીને ફરતો હતો. મારું જ પાત્ર અવળું હતું અથવા કાણાવાળું હતું.
જે કોઈ પરમાત્મા છે તે ક્યારેક અંતરાત્મા હતા. અંતરાત્મા છે તે ક્યારેક બહિરાત્મા હતા. આપણે જો અંતરાત્મા છીએ તો બહિરાત્મા આપણો ભૂતકાળ છે. “પરમાત્મા” આપણું ભવિષ્ય છે.
બહિરાત્મ-દશામાં પ્રભુ દૂર છે; ભલે પછી સામે જ સમવસરણમાં કેમ બેઠા ન હોય ! આ દૂરી ક્ષેત્રની નથી, ભાવની છે. ભગવાન ભલે ક્ષેત્રથી દૂર હોય, પણ ધ્યાનથી અહીં જ હાજર છે, જો મન-મંદિરમાં આપણે પ્રભુને પધરાવીએ.
કોઈને નવું ધ્યાન શીખવું પડતું નથી. ધ્યાન શીખેલું છે. અલબત્ત, અશુભ ધ્યાન, આર્ત-રૌદ્ર ધ્યાન ! હવે એને શુભમાં બદલવાની જરૂર છે. “ધર્મધ્યાન - શુક્લધ્યાન ન ધ્યાયા.” અત્યારે શુક્લધ્યાનનો અંશ પણ ન આવી શકતો હોય તો આમ લખ્યું ન હોત !
શરીર હું છું' - બહિરાત્મા,
આત્મા હું છું' - અંતરાત્મા, પરમ ચૈતન્ય હું છું (કર્મો જતા રહ્યા છે.) - પરમાત્મા.
વિષય-કષાયોનો આવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણ દ્વેષ, (પોતાનામાં તો ગુણ ન હોય, ગુણી જનો પર દ્વેષ હોય). આત્માનું અજ્ઞાન - આ બધા બહિરાત્માના લક્ષણો છે.
તત્ત્વશ્રદ્ધા, આત્મજ્ઞાન, મહાવ્રતોનુંધારણ, નિરતિચારપાલન, અપ્રમાદ, આત્મજાગૃતિ, મોહનો જય (પરમાત્માને ક્ષય હોય).
મોહનો ઉદય : બહિરાત્મા : ૧ થી ૩ ગુણસ્થાનક. મોહનો જય : અંતરાત્મા : ૪ થી ૧૨ ગુણસ્થાનક. મોહનો ક્ષય: પરમાત્મા : ૧૩ – ૧૪ ગુણસ્થાનક + મુક્તિ.
૨૬
=
*
*
*
*
*
* *
*
*
* * * કહે