________________
સાધુ-સાધ્વીજીએ આ બધું કંઠસ્થ કરવા જેવું છે.
- મન આપણું સેવક છે, છતાં સેવક પર આપણું કોઈ નિયંત્રણ નથી. એ સ્થિર છે કે નહિ ? વફાદાર છે કે નહિ ? કદી તપાસ્યું ?
ઘોડો જો ઘોડેસવારના તાબામાં ન હોય તો ? ઘોડેસવારની હાલત શું થાય ? મન ઘોડો છે. આપણે ઘોડેસવાર છીએ.
સાધના હોવાથી સાધુ-સાધ્વીજી મનને આસાનીથી સાધી શકે. એકવાર પણ જાપ, સ્વાધ્યાય કે ભક્તિમાં મન જોડાઈ જાય તો એના આનંદનો આસ્વાદ મેળવવાનું વારંવાર મન થશે. રસપૂર્વક મન જાપ આદિમાં જોડાશે તો સ્વયમેવ, સ્થિર બની જશે.
અત્યારે સંપૂર્ણ વિકલ્પોને રોકવાનો પ્રયત્ન ન કરો, માત્ર શુભ વિચારોમાં રમમાણ રહો. શુભ વિચારોથી અશુભ વિચારો હટાવો. પછી શુદ્ધભાવથી શુભભાવો પણ હટી જશે, પરંતુ અત્યારનું કામ અશુભ વિચારોને હટાવવાનું છે.
વાણી-કાયાથી કરેલું કાર્ય દ્રવ્ય ગણાય. મનથી કરેલું ભાવ ગણાય. દરેક કાર્ય માટે આ સમજી લેવું.
જયણા કેટલી મહત્ત્વપૂર્ણ છે ? મહાનિશીથમાં પ્રશ્નોત્તર : “ભગવન્! કુશલ અણગારનો આટલો સંસાર શી રીતે વધી ગયો ?'
“ગૌતમ ! એ જયણાને જાણતો નહોતો. જયણા બહુ વિશાળ છે. એ નહિ જાણવાથી - નહિ જીવવાથી એનો સંસાર વધી ગયો.'
- ભગવાન તરફથી કૃપા અને આપણા તરફથી આજ્ઞા પાલન, આ બંનેનું મિલન થઈ જાય તો બેડો પાર ! પણ આપણે કહીએ છીએ : ભગવદ્ ! આપની કૃપા પહેલા જોઈએ. ભગવાન કહે છે : પહેલા તારામાં નમ્રતા જોઈએ, આજ્ઞાપાલન જોઈએ. ખબર નથી આ “અનવસ્થા” ક્યારે ટળશે ?
ભગવાન તો કૃતકૃત્ય છે. આપણે કંઈ કરીએ કે ના કરીએ, એમનું કાંઈ બનતું કે બગડતું નથી, પણ આપણા માટે નિષ્ક્રિય રહેવું મોટો ખતરો છે. આપણે સંસારમાં ટીચાઈ રહેલા છીએ. એટલે જ ‘અનવસ્થાના આ દુશ્ચક્રને આપણે જ તોડવું પડશે. આપણા તરફથી પહેલ થવી જોઈએ.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * Pu s K
S AAR, GrgyPIR