________________
બકરીના ટોળામાં નાનપણથી જ રહેલો સિંહ પોતાને ભલે બકરી માને, પણ સાચા સિંહને જોતાં જ એની અંદર રહેલું સિંહત્વ જાગી ઊઠે છે. આપણે પણ પ્રભુને જોઈને આપણી પ્રભુતા પ્રગટાવવાની છે.
દીક્ષાથી બે-ત્રણ વર્ષ પહેલા જ સમાધિના બીજ પડી ગયેલા જિનભક્તિમાં ૩-૪ કલાક ગાળ્યા પછી છેલ્લો કલાક પરમ આનંદમાં જતો, સમાધિની ઝલક મળતી.
- “મા કાલી'નું નામ સાંભળતાં જ રામકૃષ્ણ પરમ હંસને સમાધિ લાગી જતી. એટલી હદ સુધી તેમણે મા સાથે પ્રેમ કેળવેલો. સમાધિ સુધી પહોંચવા માંગતા હો તો પ્રભુ સાથે પ્રેમ કરો.
» ‘પાતીતિ પિતા' રક્ષણ કરે તે પિતા. ભગવાન આપણા પિતા છે, દુર્ભાવોથી આપણું રક્ષણ કરે છે.
પરમાત્માના ગુણોનું ચિંતન તે ઐશ્વર્યોપાસના. પ૨માત્મા સાથે સંબંધ જોડવો, પ્રેમ કરવો તે માધુર્યોપાસના. બંને પ્રકારની ઉપાસના સિદ્ધસેન દિવાકર સૂરિજીએ શકસ્તવમાં બતાવી છે.
શસ્તવમાં ૨૭૫ જેટલા ભગવાનના વિશેષણો બતાવેલા છે. એકેક વિશેષણ ભગવાનની અલગ અલગ શક્તિઓને બતાવનારા છે.
કિત્તિય, વંદિય, મહિયામાં પ્રભુની નવધા ભક્તિનો સમાવેશ છે. મનને વશ કરવા સાધક પોતાની રુચિ અને શક્તિ પ્રમાણે કોઈપણ વિહિત માર્ગે જઈ શકે.
છે જે સ્તવન બોલતાં ખૂબ જ આનંદ આવે, મન સ્થિર બને, રસ તરબોળ બને તે સ્તવન છોડતા નહિ. ઘણા મને પૂછે છે : “પ્રીતલડી બંધાણી રે...' આ સ્તવન રોજ કેમ બોલો છો ?
- હું કહું છું : “આ સ્તવનમાં મારું મન લાગે છે. આનંદરસમાં તરબોળ બને છે, માટે ગાઉં છું.
પૂર્ણતા છે નહિ, પછી અભિમાન શાનો ? અપૂર્ણને અભિમાન કરવાનો અધિકાર નથી. જયારે પૂર્ણને તો
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
*
* * *
* * * *
* * ૧૫