SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અભિમાન આવે જ નહિ. * ગોચરી જનાર સાધુ પણ વગર બોલ્ય કેટલાયને ધર્મ પમાડી દે. એમની નિર્દોષ ચર્ચા અને નિર્વિકાર ચહેરો જ કેટલાય લોકોની ધર્મ-પ્રાપ્તિનું કારણ બની જાય. શોભન મુનિની ગોચરી-ચર્યાથી જ ધનપાલ ધર્મ પામ્યો હતો. ગોચરી વહોરતા મુનિની નિર્વિકારતાથી જ ઇલાચી કેવળી બન્યા હતા. પૂ. દેવેન્દ્રસૂરિજી મ.સા.નો સ્વાધ્યાય પ્રેમ જબ્બર ! કાચલી લઈને માત્ર કરવા જાય ત્યારે પણ સ્વાધ્યાય ચાલુ જ ! છેલ્લી જીંદગી સુધી ૩-૪ હજારનો પ્રતિદિન સ્વાધ્યાય કરતા. ૧૦૦-૧૦૦ ગાથાના સ્તવન - સઝાય તેમને કંઠસ્થ હતા. પ્રતિક્રમણાદિ વિહિત ક્રિયા છે. મનને સ્થિર કરવાના એમાં ઉપાયો છે. એમાં રસ કેળવી જુઓ. ખૂબ જ આનંદ આવશે. - એક લોગસ્સ બોલતાં કેટલો આનંદ થાય ? મારા ભગવાન કેવા ? આખાય લોકમાં અજવાળું ફેલાવનાર ! ધર્મતીર્થ કરનાર ! ગણધરોએ જે સૂત્રોની રચના કરી એ કેવા પવિત્ર અને રહસ્યપૂર્ણ હશે ! આટલું જ વિચારો તોય કામ થઈ જાય. તમે પ્રતિક્રમણમાં વેઠ વાળો છો. તમારી ક્રિયાને જોઈને લોકોને પણ થયું ? શું પડ્યું છે પ્રતિક્રમણમાં? ચડાવો અભરાઈ પર. આપણી આનંદભરી ક્રિયાઓ જોઈને બીજાને સ્વયંભૂ પ્રેરણા મળવી જોઈએ. ૧૬ * * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy