________________
પાપ ક્રિયામાંથી મનને ખેંચીને ધર્મ ક્રિયામાં લગાવી દો. બેડો પાર !
તામસ મન નિદ્રાળુ હોય છે. રાજસ મન ચંચળ હોય છે. સાત્ત્વિક મન સ્થિર (સ્થિતપ્રજ્ઞ) હોય છે.
કાંઈક કૌતુક આવ્યું હોય તો તામસી કે સાત્ત્વિક જોવા નહિ જાય, કારણ કે એક પ્રમાદી ને બીજો સ્થિતપ્રજ્ઞ છે. રાજસી જશે. કારણ કે મનની ચંચળતા છે. તામસી અને સાત્ત્વિક બંને સ્થિર લાગશે, પણ બંને વચ્ચે આભ-ગાભ જેટલો ફરક છે. એકમાં સુષુપ્તિ છે. બીજામાં જાગૃતિ છે.
પરમાત્મભાવનાનું પૂરક. બહિરાત્મભાવનું રેચક અને સ્વભાવનું કુંભક. આ ભાવ પ્રાણાયામ છે, ખતરા વગરનું છે. દ્રવ્ય પ્રાણાયામની ખાસ ઉપયોગિતા નથી. જો કે દ્રવ્ય પ્રાણાયામનું શ્રી હેમચન્દ્રસૂરિજીએ યોગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં વર્ણન કર્યું છે. પરકાયપ્રવેશની વિધિ પણ બતાવી છે. પરંતુ સાથે સાથે તેનો ખતરો પણ બતાવ્યો છે. ‘વિમલા ઠકારે મને કહ્યું છે : બધા જ વાણીના વ્યવહારો બંધ કરી નિઃશબ્દમાં ઉતરી જાવ.' આ બરાબર છે ? શશીકાન્તભાઈએ હમણા મને પૂછ્યું.
મેં શશીકાન્તભાઈને કહ્યું : ‘સ્વાધ્યાય, જાપ આદિ ચાલુ જ રાખો. નિઃશબ્દ માટે શબ્દો છોડવાની જરૂર નથી. વાણી તો ૫૨માત્માની ૫૨મ ભેટ છે. એને છોડાય નહિ. સદુપયોગ કરાય. નિઃશબ્દ અવસ્થા માટે શબ્દો છોડવા નહિ પડે, સ્વયમેવ છૂટી જશે. ઉપર ગયા પછી આપણે પગથિયાને તોડી નાખતા નથી. નીચે આવવું હશે ત્યારે એ જ પગથિયા કામમાં આવવાના છે.'
શશીકાન્તભાઈએ કહ્યું : '૧૦ વર્ષનું ભાથું આપે આપી દીધું. મારું મન સંપૂર્ણ નિઃશંક બન્યું. આપના જવાબથી સંપૂર્ણ સંતુષ્ટ બન્યું.'
૧૪
‘અજકુલગત કેસરી લહે રે... નિજ-પદ-સિંહ નિહાલ; તિમ પ્રભુ-ભક્તે ભવી રહે રે, આતમ-શક્તિ સંભાલ.’
પૂ. દેવચન્દ્રજી
* કહે કલાપૂર્ણસૂરિ-૧