________________
आशीर्वाद देते हुए पूज्यश्री, सुरेन्द्रनगर, दि. २६-३-२०००
દ્વિતીય જેઠ વદ ૧૧ ૦૯-૦૭-૧૯૯૯, શુક્રવાર
- જગતના સર્વ જીવો સાથે એકતાનો ભાવ જેણે કેળવ્યો નથી, તે પ્રભુને સાચા અર્થમાં ભજી શકે નહિ, પરમાત્મા બની શકે નહિ. પરમાત્મા તો શું, મહાત્મા પણ બની શકે નહિ.
છે. અન્ય દર્શનોમાં પણ ખૂબ જ શુદ્ધ, સ્વીકારી શકાય તેવા વિચારો મળે છે, તેનું કારણ આ પણ એક હોઈ શકે ? ઋષભદેવ સાથે દીક્ષિત કચ્છ-મહાકચ્છ પછીથી તાપસ બની ગયા. એમની તાપસી પરંપરામાં આદિનાથની ભક્તિરૂપે જિનભક્તિ મળી આવે તેમાં આશ્ચર્ય નથી.
- મન ભળ્યા વગરની દ્રવ્ય - નિર્જરા. મન ભળે તો જ ભાવ - નિર્જરા થાય. કોઈપણ ક્રિયામાં મન ભળે તો જ પ્રાણ આવે. મન જ પુણ્ય કે પાપની ક્રિયાઓનો પ્રાણ છે. ધર્મ ક્રિયામાં મન નહિ તો તે નિષ્ફળ છે. પાપ ક્રિયામાં મન નહિ તો તે પણ નિષ્ફળ છે. પણ આપણી મોટાભાગની ધર્મ ક્રિયાઓ મન વગરની અને પાપ ક્રિયાઓ મન સહિતની છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * *
*
*
*
*
*
*
*
*
*
* =
૧૩