________________
સિદ્ધ પુરુષના એક એક વચન એ વાણીનો વિલાસ નથી, પરંતુ પરમ મંત્રાક્ષર છે.
• સા. ચારુકલાશ્રી
વલસાડ
અનેક ગ્રંથોનો સાર આ પુસ્તકમાં છે.
- સા. વિશ્વામિત્રીશ્રી
વલસાડ
આ પુસ્તક વાંચતાં તેના એક-એક પાને, એક-એક શબ્દ એવો અનુભવ થાય છે કે હું પૂજય ગુરુદેવની સાથે સાક્ષાત્ વાતો કરી રહી છું.
- સા. વિરાણપૂર્ણાશ્રી
રાજકોટ
અનુભવની ખાણી એવી સૂરિ કલાપૂર્ણસૂરિની આ વાણી છે.
- સા. ચારુવિરતિશ્રી
ભાવનગર
આ પુસ્તક વાંચતાં સર્વપ્રથમ પૂજ્યશ્રીનો પરમાત્મા, જીવો અને આગમ પ્રત્યેનો અવિહડ પ્રેમ દેખાય છે.
• સા. વિરાસાશ્રી
રાજકોટ
કહે કલાપૂર્ણસૂરિ હાથમાં લેતાં એમ જ થયું કે ખરેખર કેટલું સુંદર ટાઈટલ !
• સા. દક્ષગુણાશ્રી
ભાવનગર
પુસ્તકના છલકતા ભાવો નિહાળતાં અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ.
- સા. ચારૂવિનીતાશ્રી
ભાવનગર
૬૧૬
ઝ
ઝ
*
*
*
* * * * * કહે