________________
પૂજયશ્રીએ આ પુસ્તકમાં સંપૂર્ણ તત્ત્વનો ખજાનો ખોલી નાખ્યો છે.
- સા. નયનંદિતાશ્રી
વલસાડ
આ પુસ્તક વાંચતાં સૌ પ્રથમ તો એમ જ થયું કે આ માત્ર પુસ્તક જ નથી પરંતુ પૂ. ગુરુદેવની સાક્ષાત્ પરાવાણી છે.
- સા. નયગુણાશ્રી
વલસાડ
જેના હાથે દીક્ષા થઈ હોય તેની શક્તિ દીક્ષિતમાં સ્થાપિત થાય છે, એ પંક્તિ પુસ્તક ખોલતાં જ મળી.
- સા. ચારૂનિધિશ્રી
વલસાડ
भो बन्धुवौँ !! अस्य ग्रन्थस्य विषये किं लिख्येत मया ?
- સા. જીતજ્ઞાશ્રી
વલસાડ
ધર્મ જો કલ્પવૃક્ષ છે તો મૈત્યાદિ ચાર ભાવના તેના મૂળીયા છે, એ વાક્ય ખૂબ ગમ્યું.
- સા. યદર્શિતાશ્રી
વલસાડ
આ પુસ્તકમાં જ્ઞાન અને ભક્તિ વિશે ઘણું જાણવા મળ્યું.
- સા. ઇન્દ્રવદનાશ્રી
પાલનપુર
આ પુસ્તકના પાને-પાને સાકરનો ટુકડો છે. જ્યાંથી આસ્વાદ લો ત્યાંથી મીઠાશ - મીઠાશ અને મીઠાશનો જ અનુભવ થાય.
- સા. જિનદર્શિતાશ્રી
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* * * * * *
* *
* * * * ૬૧૧