________________
(પૂ. યશોવિજયજી પ્રસિદ્ધ હતા. પૂ. નયવિજયજીને કોઈ જાણતું ય નહોતું)ને યાદ કર્યા છે : ‘શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક જશ કહે સાચું જી.' પૂ. વિનયવિજયજી તો પોતાના ગુરુ પૂ. કીર્તિવિજયજીના નામને મંત્ર માનતા.
વિ.સં. ૨૦૧૩માં સૌ પ્રથમ માંડવીમાં પૂ. પં. ભદ્રંકરવિજયજી મળેલા. ભુજપુરમાં ચાતુર્માસ હતા. ત્યારે તેમણે કહેલું : તમે પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો વાંચો. સંસ્કૃત મજબૂત થતાં મુનિશ્રી તત્ત્વાનંદવિજયજી પાસે યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ વગેરે ગ્રંથો વાંચ્યા. પૂ. હરિભદ્રસૂરિના ગ્રંથોથી નિશ્ચયલક્ષી જીવન બને જ છે. સાથે સાથે વ્યવહાર પણ દૃઢ થાય છે.
દોષ આપણો છે, પણ આપણે દોષનો ટોપલો પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ પર ઢોળી દીધો. કેટલા રહસ્યભર્યા પવિત્ર સૂત્રો છે આ બધા ! યોગગ્રંથો વાંચીએ ત્યારે ખ્યાલ આવે. યોગગ્રંથો વાંચવાથી આપણને એ ક્રિયા વગેરે પર ખૂબ જ આદર વધશે.
‘તીર્થર-ગળધર-પ્રસાવાવું ઇષ યોગ: તંતુ'
કોઈપણ અનુષ્ઠાનના અંતે આપણે આમ કહીએ છીએ. સિદ્ધયોગીઓના સ્મરણથી પણ અનુષ્ઠાન સિદ્ધ થાય છે. એક વખત પણ કોઈ યોગમાં સ્થિરતા આવી, સ્થિરતાજન્ય આનંદ આવ્યો તો એ અનુષ્ઠાન તમે કદી નહિ ભૂલો. એ આનંદને વારંવાર મેળવવા વારંવાર લલચાશો. નવકાર એમને એમ બોલો અને જાપ કરીને બોલો. બંનેમાં ફરક પડશે. જીવનમાં ઉતારીને નીકળતો શબ્દ અસરકારક હોય છે.
પરિષહ બે પ્રકારે : અનુકૂળ અને પ્રતિકૂળ.
અનુકૂળ ઉપસર્ગ ખતરનાક છે. કારણ કે અનુકૂળતા આપણને ખૂબ જ ગમે છે. અનુકૂળતા એ ઉપસર્ગ છે, એવો કદી વિચાર જ નથી આવતો. મહાપુરુષો સામેથી પ્રતિકૂળતા ઊભી કરતા જ્યારે આપણે નિરંતર અનુકૂળતાની શોધમાં છીએ. પૂર્વ મહર્ષિઓ દવા કે ઇલાજ નહોતા કરાવતા. કારણ
કહે કલાપૂર્ણસૂરિ-૧ : *