________________
કે પ્રતિકૂળતા જ એમને ઇષ્ટ હતી.
મદ્રાસની માંદગીમાં એવી સ્થિતિ હતી કે બધું જ ભૂલાઈ ગયેલું. પ્રતિક્રમણ વગેરે તો બીજા જ કરાવે. પણ મુહપત્તીના બોલ સુદ્ધાં ભૂલાઈ ગયેલા. એ પણ બીજા બોલતા. પણ ભગવાને મને ફરીથી તૈયાર કરી દીધો.
શી રીતે ભૂલાય એ ભગવાનને ?
અત્યારે હું વાચના, તમારા માટે નહિ, મારા માટે આપું છું. મારું પાકું રહે, ભવાંતરમાં મારે આ બધું સાથે લઈ જવું છે. સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન આ પાંચેય યોગો ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ - એમ ૪-૪ પ્રકારે છે.
ઈચ્છા : તેવા યોગીઓની વાતોમાં પ્રેમ.
પ્રવૃત્તિ : પાલન કરવું.
સ્થિરતા : બાધક અતિચાર દોષોનો ભય ન રહે. સિદ્ધિ : બીજાને પણ સહજપણે યોગમાં જોડવા.
નવકારના જાપમાં એકાગ્રતા સાધવા માટે અક્ષરોને મનની કલમથી લખો.
એકેક અક્ષર પર સ્થિર બનો. નવકારના જાપના અનુષ્ઠાનમાં નવકાર લેખનનો કાર્યક્રમ પણ હશે. હીરાની ચમકતી શાહીથી લખવું. કલ્પના શા માટે ઓછી કરવી ? લખાઈ ગયા પછી એને ચમકતા જુઓ અને વાંચો :
ન... મો... અ... રિ... હં... તા... ગં
-
=
અચક્ષુ દર્શનથી વાંચવાનું છે, ચામડાની આંખથી નહિ. મનને સ્થિર કરવાની આ કળા છે. રોજ બાર નવકાર આ રીતે લખો. ભલે ૧૦-૧૫ મિનિટ લાગી જાય. આ વર્ણયોગ છે.
* * કહે કલાપૂર્ણસૂરિ-૧