________________
પૂજયશ્રીનું સાહિત્ય મારા માટે ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે.
• સા. વિનયપૂર્ણશ્રિી
પાલીતાણા
ભક્તિ - મૈત્રી એ મુક્તિની દૂત છે તે વાત હૃદયને સ્પર્શી ગઈ છે.
- સા. સુશીગુણાશ્રી
પાલીતાણા
કહે કલાપૂર્ણસૂરિ' ૩જો ભાગ વાંચી મારા જીવનમાં ઘણા ફેરફારો થયા છે.
- સા. મુક્તિપિયાશ્રી
આડીસર
આમાં તો બધો જ ખજાનો છે. તેમાંથી શું લઉં ? અને શું છોડી દઉં? તે જ પ્રશ્ન છે.
- સા. મોક્ષદર્શિતાશ્રી
અમદાવાદ
પુસ્તકનું વાંચન જયારે જયારે કરીએ ત્યારે એમ જ લાગે કે પૂજયશ્રી આપણી નજર સામે જ આપણને સમજાવી રહ્યા છે. ખરેખર ! જાણે આ પુસ્તક નથી, પૂજયશ્રીની સાક્ષાત વાણી છે.
- સા. સ ત્વરત્નાશ્રી
અમદાવાદ
પરમાત્માની ભક્તિમાં જોડાવું હોય તો લલિત વિસ્તરા ગ્રન્થનું વાંચન જરૂરી છે, એવું લાગ્યું.
- સા. અમીપ્રજ્ઞાશ્રી
અમદાવાદ
૬૦૪
* * * * * * * * * * * * * કહે કલાપર્ણસરિ-૧