________________
પૂ. વિમલહંસવિ. મ.સા.એ પૂ. ગુરુદેવને ભગવાન કલાપૂર્ણસૂરિ તરીકે સંબોધ્યા છે, તે વાંચી હર્ષાશ્રુ પડી ગયા કે અન્ય સમુદાયના સાધુ ભગ. પણ ગુરુદેવને “ભગવાન' તરીકે સંબોધે છે, તે ગુરુદેવ કેવા !
- સા. જિનકીર્તથી
અમદાવાદ
આ પુસ્તક વાંચવાથી પ્રથમ તો દરેક પાને-પાને પૂજયશ્રીનો સદાય પ્રસન્ન હસતો ચહેરો જોતાં લાગ્યું કે પૂજ્યશ્રી સદેહે આપણી સામે જ છે અને વાચના આપી રહ્યા છે.
• સા. શીલય%ાશ્રી
અમદાવાદ
આ વાચનાનો માહોલ તો મેં નજરે જોયો નથી. કારણ કે હું બિમારીમાં હતી. પણ જ્યારે આ પુસ્તિકા વાંચવા હાથમાં આવી છે ત્યારે એમ જ થાય છે કે ભગવાન (ગુરુદેવ) આપણને શું કહી રહ્યા છે?
- સા. વિધુતપ્રભાશી
પાલિતાણા
ગૃહસ્થપણામાં અમને પાછળ બેસવાનું મળતું હતું તેથી સાહેબજીની અમૃત ભરેલી વાચનામાં જતા હતા, પણ સંભળાતી ન હતી. તેથી વાચનામાં ઉંઘ આવતી હતી. પણ આ પુસ્તક હાથમાં લીધું ત્યારથી જ જાણે કે ઉંઘ જ ઉડી ગઈ છે. પૂજ્યશ્રી હમણા ભલે આપણી વચ્ચે નથી, પણ આ પુસ્તકના વાંચન દ્વારા જાણે કે ગુરુદેવ આપણી વચ્ચેથી ગયા જ નથી, એવો અનુભવ થાય છે.
- સા. પરમક્ષમાશ્રી
રાજકોટ
આ પુસ્તકમાંથી જાણવાનું ઘણું મળ્યું છે. એનું તો હું શબ્દોમાં પણ વર્ણન કરી શકું તેમ નથી.
- સા. પાનના
રાજકોટ
૦૦
x
=
=
=
=
=
=
=
=
=
=
= કહે :